________________
૪પ૧
પૂજનીક હવે વિશ્વાવીશ, ચેલા વિશ્વાવીશ ૧
દશવૈકાલિક નવમે અધ્યયને, અર્થએ ભાખે કેવલીવયણે, ચેલા! કેવલીવયણે
એણપરે લાભવિજય ગુરુ સેવી, વૃદ્ધિવિજ્ય સ્થિર-લક્ષ્મી લહેવી,
ચેલા! લક્ષ્મી લહેવી, રા” અર્થ–જે શિષ્ય શાંત, દાંત, વિનયી, લજજાલુ, તપજપ–કિયા કરનાર અને ગુરુકુલવાસમાં વસન રે છે, તે થોડા સમયમાં જરૂર પૂજ્ય બને છે. કેવલીભગવાનના વચનના અનુસાર, શ્રીદશવૈકાલિકસૂત્રના નવમા અધ્યયનમાં, આ પ્રમાણે વર્ણન કરેલ છે. એમ શ્રીલાભવિજયજી નામના, પિતાના ગુરુદેવની, વિનયપૂર્વક સેવા કરનાર, શ્રીવૃદ્ધિવિજયનામના મુનિવરે, વિનયાદિગુણની વૃદ્ધિ, કષાયાદિને વિજય અને અવિચલલક્ષ્મીમેક્ષની પ્રાપ્તિ માટે આ કાવ્ય બનાવ્યું છે. (૧૧-૧૨)
આ આખું વર્ણન વાંચતાં આપણને જરૂર સમજાશે કે, શ્રીજૈનશાસનમાં વિનયની મુખ્યતાએજ ધર્મના બધા પ્રકારો પ્રવર્તે છે. જેને વિનયગુણ સમજાયો નથી, તેને શ્રીજૈનશાસનને સાર હાથમાં આવે ઘણે જ કઠીન છે.
પ્રવ–આજ્ઞા અને વિનય બન્ને એક જ છે કે જુદા જુદા છે?
ઉ૦–તદ્દન જુદા છે. જ્યાં આજ્ઞા હોય ત્યાં વિનય ચોક્કસ હોય જ, પરંતુ જ્યાં વિનય હાય ત્યાં આજ્ઞા હોય કે ન હોય એ ચોક્કસ નહિ. અભવ્ય આત્મા વિનયરત્ન સાધુમાં