________________
ના હોય તે પણ.
મહાજન
તો
ની
જાતાં સદ્દગુરુ શરણમાં, અલ્પપ્રયાસે જાય.”
અર્થ–સ્વેચ્છાચારી મનુષ્યના માન, ક્રોધ વિગેરે શત્રુઓ નાશ પામતા નથી, પરંતુ સદ્દગુરૂનું શરણું સ્વીકારવાથી અલ્પપ્રયાસે તે નાશ પામે છે.
ગુરુમહારાજ ભલે ઉંમરથી–વયથી નાના હોય તે પણ તેમને મોટા જ માનવા જોઈએ. પ્રજા જેમ રાજાની આજ્ઞા માને છે, તેમ શિષ્યોએ ગુરુમહારાજની આજ્ઞા માનવી જોઈએ. રાજાની અને ગુરુની મેટાઈ પ્રજા અને શિષ્યની આજ્ઞાપાલનમાં જ રહેલી છે. વખતે કઈ ગુરુમહારાજ કરતાં શિષ્ય વધારે બુદ્ધિશાળી હોય તે ગુરુ કરતાં અધિક શાને જાણકાર થાય, છતાં પણ ઉત્તમકેટીના ગુણ શિષ્ય, ગુરુની સંપૂર્ણ આજ્ઞા પાળે, વિનયબહુમાન સાચવે. કારણ કે શામાં ગુરુનું સ્થાન મોટું છે.
પ્ર–ગુરુમહારાજ કરતાં પણ શિષ્ય વધારે વિદ્વાન હોઈ શકે ખરા? તેવા દાખલા છે ખરા?
ઉ૦–ક્ષપશમની વિચિત્રતા હોવાથી, તેમજ પ્રભાવક ગુરૂપુરુષને શિષ્ય સેંકડે કે હજારો પણ થાય. એમાં કઈ તીવ્રબુદ્ધિશાળી હોય, અને તે ગુરુમહારાજ કરતાં વિશેષ–વધારે શાસ્ત્રોના જાણકાર પણ બને છે. દાખલા તરીકે વાસ્વામી મહારાજ, આયરક્ષિતસૂરિમહારાજ, કલિકાલસર્વજ્ઞ-હેમચંદ્રસૂરિમહારાજ અને મહામહોપાધ્યાય થશેવિજયજીગણિવર, બીજા પણ અનેક મુનિમહારાજ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિમાં પોતાના ગુરુમહારાજાઓ કરતાં કેગુણુ આગળ વધેલા હતા, છતાં તેઓ પૂજ્ય ગુરુદેવેની પાસે એક બાળક જેવા જ નમ્રભાવે રહેનારા હતા.
વસિસ પર જ કરતાં
એક પળ