________________
૩૭૦
રડવાથી રહેશે નહિ, કર્યો કંઈ ન થાય; મુદત પાતાં સર્વનાં સુખ-દુખ ચાલ્યાં જાય. પરા રાજાને લક્ષમીધરે, પંડિત ને ગુણવાન; પુણ્ય ઉદયે પૂજાય છે, પુણ્ય વિના હેવાન, ઘણા પાપ ઉદય થાવા થકી, મિત્રો શત્રુ થાય; લક્ષ્મી ને પરિવાર પણ છોડી ચાલ્યા જાય.” ૪
આવી બધી વાતે વિચારનાર આત્મામાં, સાત્વિકભાવ પ્રકટ થાય છે અને આવ્યો હોય તે મજબુત થાય છે માટે સૌથી પ્રથમ આત્માએ સાત્વિક્તાગુણ ખીલવવા ઉદ્યમ કરવો જોઈએ.
પ્ર–અહીં તે સમ્યગદર્શનની વાત ચાલે છે. તેમાં વચમાં સાત્વિકભાવની, વાત કરવાની શી જરૂર હતી?
ઉ–સાત્વિકગુણવાળે મનુષ્ય, જેમ શત્રુઓના ટોળામાં એકલે રહી શકે છે, અને પિતાને પક્ષ વધારી શકે છે, તેમ સાત્ત્વિગુણ પણ એકલો હોવા છતાં, અનંતાનંત દેના સમુદાયમાં પણ પિતાને માર્ગ મેળવી શકે છે અને ગુણને. પક્ષ વધારી શકે છે.
• સાત્વિકતા ગુણના અભાવે, આવેલા ઘણું ગુણે પણ, અનંતા દેના ટેળામાં, બીચારા અને ગરીબ થઈને વસે છે. દાન, શીલ, ત્યાગ, તપ ગુણો આવે છે, પણ દેના દબાણથી રાંકડા જેવા થઈને રહે છે, અને તે જીવનું કશું જ ભલું કરી શકતા નથી. એટલે કે જ્યાં દાનગુણ હોય ત્યાં, કૃપણુતા આવીને, દાનગુણને કાળે કરી નાંખે છે. જ્યાં શીલગુણ આવે કે ત્યાં, વાસનાઓ હાજર થઈને, તેને નસાડી મુકે છે. તપ, ઝુણ આવે કે તેના ભેગી જ ખાવા-પીવાની હજારે લાલસાએ