________________
૪૪૧
પડયું, તેમાં નરકાદિ કુમતિઓમાં, ભેગવેલાં દુખેને ચિતાર સાંભળી, મનનાં ખૂબ જ અરેરાટી ઉત્પન્ન થઈ વર્ણન ન થઈ શકે તેટલું દુઃખ થઈ આવ્યું, મૂછ આવી, કેટલાક પિતાના ભૂતકાલના ભવો આત્મપ્રત્યક્ષ થયા, સંસારના સુખે પણ વિષ સમાન ભાસવા લાગ્યાં, તીવવૈરાગ્ય થવાથી, માતા-પિતાની આજ્ઞા મેળવી, પ્રભુજી પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી.
દીક્ષાના દિવસથી જ દરરોજ ૫૦૦ સાધુની સેવા કરવાને નિયમ લીધે. એક સાધુ ઓછા હોય છે, એટલે ચારસો નવાણુની સેવા થાય તે, બીજા દિવસે ઉપવાસ કરે, ક્રોધાદિ કષાયોને તિલાંજલી આપી, છમાસ દીક્ષા પાલી, પાંચમા દેવલાકમાં ગયા, ત્યાંથી એક મનુષ્ય અને એક દેવને ભવ કરતા, દરેક મનુષ્યભવમાં, દેષ વગરની દીક્ષાનું પાલન કરી, સર્વાર્થસિદ્ધ વિમાન સુધી ચડી, છેલ્લા મનુષ્યજન્મમાં કેવલી થઈ મોક્ષે ગયા. - ઉદ્ધતાઈ અને વિનયગુણના પ્રકર્ષથી, આત્માના પતન અને અત્યુદયને, સૂચવનારી રૂકમુનિની કથા સંપૂર્ણ. “અવિનયી દુઃખીયે બહુલ સંસારી, અવિનયી મુગતિને નહિ અધિકારી, ચેલા!
અવિનયકારી ઈચ્છાચારી, રત્નત્રયહારી, થાય ભીખારી,ચેલા ! થાય ભીખારી ભાષા
અવિનયો આરાધક નવિ થાય, કુલવાલુઆની પરે, દુર્ગતિ જાય ચેલા! દુગંતિ જાય