________________
૪૪૩
નક્કી કર્યું. અને એકવાર પહાડ ઉપરથી ઉતરતાં, ગુરુની ઉપર (ગુરુ પેલા અને કુલવાલક પાછળ હેવાથી) માટે પત્થર ગબડાવ્યું. જે તે ગુરુએ જોઈ ન લીધે હેત તે, ગુરુ ચગદાઈને મરણ જ પામવાના હતા. પરંતુ પાછળથી આવતા પત્થરને જોઈને, ગુરુ બાજુ ઉપર ખસી ગયા અને બચી ગયા, પિતાના શિષ્યની આવી દુષ્ટ ચેષ્ટાથી, મહાશાંતમૂર્તિ ગુરુને પણ, ક્ષણવાર પુરતે ગુસ્સે આવી જવાથી બેલાઈ ગયું કે, હે અધમ આત્મા! તારા આવા વર્તનથી, નારી મારફતે તારું પતન થશે, કોઈ ભાવિભાવ હોય ત્યારે, આવા ગુરુઓના મુખમાંથી પણ, આવા શબ્દો નીકળી જાય છે. આ દુષ્ટશિષ્ય ગુરુને છેડીને, એક મોટા વનમાં જઈ વસ્યા. ત્યાં તે મોટા મોટા તપ કરવા લાગ્યો, અને મનમાં અભિમાન લાવી વિચારવા લાગ્યું કે, ગુરુનાં વચન ખોટાં થવાનાં જ છે. કારણ કે, અહિં મનુષ્યને જ સર્વથા અભાવ છે, પછી સ્ત્રીઓ ક્યાંથી આવવાની હતી? વળી મને મોટી તપસ્યા ચાલે છે.. એટલે ગુરુના વચન ગુરુના મુખમાં જ રહેવાનાં છે.
આવા ઉત્કૃષ્ટ તપ કરતાં તે મુનિને ઘણે સમય ચાલે. ગ ...આ બાજુ કેણિક અને ચેડામહારાજનું યુદ્ધ શરૂ થયું. એમાં ઘણે વખત જવા છતાં,લડવામાં નહિ ફાવેલા કેણિકે, દેવના વચનથી, માગધિકા વેશ્યા મારફતે, કુલવાલક મુનિને શીલભંગ કરાવીને મંગાવ્યા, અને વિશાલાનગરીને કબજે લીધેકુલવાલક મુનિ ચારિત્રભ્રષ્ટ થવાથી, કુગતિગામી બની સંસા૨માં રખડનારા થયા. આ કથાને વિસ્તાર જાણવાની ઈચ્છક મહાશયે શ્રીઉત્તરાધ્યયનસૂત્રના પ્રથમ અધ્યયનની વૃત્તિ જેવી.