________________
છેલ્લાકાનની કુતરી જેમ, અપમાન પામે, અવિનયી તેમ. ચેલા. ૪
અથ–અવિનયી આત્મા, આભવમાં પણ, કેઈ સ્થાને માન પામતે નથી, અને રાંક જેવી દશા ભોગવે છે. અવિનયી સાધુ, ગ૭માં રહી શક્યું નથી. અવિનયીને ગુરુ ઉપર સદ્ભાવ ન હોવાથી, તે જ્ઞાન પામતો નથી. અવિનયી જ્ઞાન ભણે, તે પણ તેને, ફળવાના બદલે કુટી નીકળે છે એટલે આ ભવમાં અવિનયથી પ્રાપ્ત કરેલું જ્ઞાન, પ્રાયઃ ઉસૂત્રપ્રરૂપણું આદિમાં જ વપરાય છે, અને તેથી તે જીવને બહુલસંસારી બનાવે છે. અવિનયી આત્માને મુક્તિ મળતી નથી, એટલે અવિનયી આત્મા ગમે તેટલા તપ કરે, જ્ઞાન ભણે, અનુષ્ઠાન કરે તે પણ જે વૃક્ષનું મૂળ બળેલું હોય, તેમાં ફળ થાય જ નહિ. તેમ જેનું વિનયરૂપ મૂળ બની ગયું છે, તેને મુક્તિ રુપ ફળ મળતું નથી. અવિનયી પિતાની ઈચ્છા પ્રમાણે વર્તન કરનાર હેવાથી, રત્નત્રયી પામતો જ નથી. અને પામે તે ઈ નાંખે છે, અને ચાર ગતિમાં ભટકે છે. અવિનયી આત્મા, કદાચ તપ અનુષ્ઠાન કરતે હોય તે પણ, તેને આરાધના થતી જ નથી, અને તેથી કુળવાલકસાધુની પેઠે, તે દુર્ગતિગામી થાય છે. અવિનયી આત્મા સડેલા કાનની કુતરીની જેમ, દરેક ઠેકાણે અપમાન પામી હડધુત થાય છે. (૪)
અવિનય ઉપર કુલવાલક સાધુની કથા.
કુલવાલક સાધુ મહાતપસ્વી હોવા છતાં, ક્રોધી અને સ્વચ્છંદી હેવાથી, ગુરુની શીખામણ તેને રુચતી નહિ. તેથી શીખામણ દેનારા ગુરુમહારાજને, મારી નાખવાનું તેણે