________________
૪૦૫
ત્રણે દંડે, શ્રીવીતરાગના મુનિરાજેમાંથી, ચાલ્યા ગયા હેય છે.
જેમના ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયે, ઘણા નબળા પડેલા હેય. આહાર, ભય, મિથુન અને પરિગ્રહ આ ચારે સંજ્ઞાઓ લગભગ મરેલા જેવી હોય. સ્ત્રીકથા, ભેજનકથા, રાજકથા, અને દેશકથા, આ ચારે વિકથાએ આત્માની કટ્ટર દુશ્મન છે, તે જેમનાથી દેશવટે પામેલી હોય, તથા જેમનામાં, સંપૂર્ણ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતાનિર્મમત્વભાવ, આ પાંચ મહાવ્રતે અતિનિર્મલ હેય, અને ત્રીજનને ત્યાગ હેય. તથા–પાંચ અગ્રતે-હિંસા, અસત્ય, ચારી, મૈથુન, અને પરિગ્રહનો સર્વથા ત્યાગ હોય. તથા–પાંચ પ્રમાદ-મધ, વિષય, કષા, નિદ્રા અને વિકથા આ પાંચે, વિતરાગના મુનિઓમાં અતિ અલ્પ હોય. પાંચ ઇન્દ્રિયના ૨૩ વિષયમાં અલુબ્ધ હેય. તથા-જ્ઞાનાચાર આદિ પાંચ આચારને, હમેશાં જાગૃતદશાએ આરાધનારા હોય. અને પાંચ પ્રકારના વ્યવહારના જ્ઞાતા હોય, તથા જેઓ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. આ છએ કાયના રક્ષક હાય. તથા બાહ્ય-અત્યંતર છ છ પ્રકારના તપમાં તલ્લીન હોય. જેઓ આલેકભય, પરલોકભય, અકસ્માભય, આજીવિકાભય, અપયશભય, આદાનભય અને મરણુભાય આ સાતે ભાથી, મુક્ત થયેલા હોય છે.
જેઓ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિપ આઠ પ્રવચનમાતાને સાવધાનપણે આરાધે છે. કારણકે આ આઠ પ્રવનમાતા આત્મામાં જાગતી હોય, તે જ મુનિપણું ટકી રહે. આ પ્રવચનમાતાને સમજે નહિ, આદરે નહિ, તે વીતરાગના સાધુ ગણાયે