________________
૪૨૮
નથી, પરંતુ તે બિચારા બાલ્યાવસ્થાને ભટકવામાં બગાડી, આખી જીદગી પરાધીનદશામાં, રાંક થઈને પસાર કરે છે.
જ્યારે બ્રાહ્મણ અને વણિકે વિગેરે ઉચ્ચ જાતિના આળકને, બાલ્યાવસ્થામાં અધ્યાપકેના અનેક ઉપદ્ર ખમવા પડે છે, બાળકદશા એટલે અજ્ઞાનદશા હોવાથી, બાલકને પ્રાયઃ નિશાળે જવું ગમતું નથી, કેટલાક રેવા લાગે છે, નાશી જાય છેઘણી દીનતા દેખાડે છે, દયામણે હેરો બનાવી નાખે છે, છતાં અતિ વાત્સલ્યવાળા માતા-પિતા, તે બાળકની જરાપણું દયા ચિતવ્યા સિવાય, બળજબરીથી નિશાળે મૂકે છે. ઉપરથી વખતે માસ્તરને માર મારવા પણ ભલામણ કરે છે, તે બધું તે વખતે બાલકને જરાપણ રુચતું નથી, છતાં ભવિષ્યનું ભલું વિચારનારા માતા-પિતા, બાલકના વર્તમાનકાલ તરફ ધ્યાન આપતાં નથી, વળી ભણવાના વખતમાં છેકરાઓ, ઘણે પરિશ્રમ કરતા હોવાથી દુબળા પણ થઈ જાય છે, પરંતુ ભવિષ્યના ભલાની ભાવનાથી તે બધું ચલાવી લે છે. છેક હુંશિયાર થશે, એટલે આખી જીંદગી આનંદમાં ગુજારશે, ફક્ત અત્યારના દુઃખને વિચાર કરવાથી, તે અભણ-ઠેઠ રહી જશે, તે જીંદગી બગડશે એમ સમજે છે. નીતિકારો પણ કહે છે કે,
માતા પિતા રાઝન વાછા પાટિતાઃ
અર્થ–જેઓ પિતાના બાલકને ભણાવતા નથી, તે માતા અને પિતા, વાસ્તવિક મા-બાપ નથી, પરંતુ શત્રુતુલ્ય જ છે, મતલબ એ જ કે, વર્તમાનકાલનું સુખ ઇચ્છનારા, અને ભવિષ્યને વિચાર જ નહિ કરનારા, હિતસ્વીઓ જેવા દેખતા, મા-બાપ, ભાઈ કે મિત્ર જે હોય તે, હિતચિંતકે