________________
એ એની સજનતા છોડતું ન હોવાથી, ઠામઠામ મેટાઈ પામે છે. ઘઉંની અનેક ચીજો બને છે. એને શીરો બને, સેવાદળ બને, સુતરફેણી બને, હલવો બને, બાટ બને, ઘેબર બને, દહીંથરાં બને, દેઠાં બને, ગુંદવડાં બને, આવી અનેક ઘઉંની જુદી જુદી ચીજો બને છે. ઘઉંની જ્યાં પધરામણી થાય ત્યાં, ધી ને સાકર દેહાદેડ કરે છે. અને આ ત્રણને સુમેળ થતાંની સાથે, દુધ, ચોખા, કેસર, જાયફળ, શાક, રાઈતાં વિગેરેને આવવું પડે છે. ત્યારે બીચારો બાજરે જ્યાં જાય ત્યાં, તેની કેડીકેડ ઓલ્યા કાળી શાહી જેવા, અડદ ખડા થઈ જાય છે, કદાચ એ આવ્યા કે ન આવ્યા, પરંતુ ડુંગળી ને લસણની પધરામણું તે હોય જ, જોઈ લ્ય સહનશીલતા વગરને બાપડો બાજરો! તેના ભાઈબંધ પણ તદ્ધ છેડા, અને તે પણ ડુંગળી-લસણ ને અડદ જેવા, એક-ઘઉં પધારે, તેટલામાં તેની તહેનાતમાં, કેટલા હાજર થઈ જાય છે? ઘઉં આવ્યા એટલે કડાયાને આવવું પડે છે, કડછી, તાવે અને ઝારે આવે છે, મેટામોટા થાળ આવે છે, વેલણ-ઓરીસા આવે છે, સેવ વણવી હોયતે, મેટાં પાટીઆંઓને આવવું પડે છે, અને બીજાં પણ કઈક સાધનો, ઘઉં મહાધાન્યની સેવામાં હાજર થઈ જાય છે. જ્યારે બાજરો બીચારો એ, એ જ્યાં જાય ત્યાં, ફક્ત તાવડી ને દાથરી બે જ હોય, એને વેલણ કે ઓરીસે તે ધડે કરે જ નહિ. એને બાપડાને, લેકે થપ્પડે મારી-મારીને, રોટલે બનાવે, એક રેટ થાય તેમાં, દશવશ થપાટો ખાવી પડે છે. - પ્રવ–આ બીચારે બાજરીને દાણો તદ્ન ઝીણે છે,