________________
૪૨૯
નથી, પરંતુ શત્રુ જ છે. જ્ઞાનિ પુરુષે પણ ફરમાવે છે કે,
“ધાર્થિન થથા વારિત, શીતતાપર સુસë एवं भवविरक्तानां, तत्त्वज्ञानार्थिनामपि ॥"
અથ–જેમ અહીં ભણવું, ગણવું, કળાઓ શિખવી, વ્યાપાર માટે દેશ-દેશાન્તર ભમવું; મોડું, વહેલું, લખું, સૂકું, ઠંડું, જેવુંતેવું જમવું પણ, ધનની આવક થતી હોય, અથવા ધનની આવકની આશા હોય, સહન કરવાનું વસમું લાગતું નથી, તેમ પરલોકને અનંતકાળ સુધારવાની આશાવાલા, સંસારવિરક્ત અને તત્ત્વજ્ઞાનના અથી મનુષ્યને પણ, સુધા, તૃષા, તડકા, ઠંડી વિગેરે દુઃખે, મન ઉપર નબળી અસર કરતાં નથી. જેમ અહીં આઠ વર્ષની ઉંમરને બાળક, વિશ વર્ષને થાય ત્યાંસુધિ, અપરિગ્રાન્ત ભણવાને ઉદ્યમ કરે, તે તેનાં પાછલાં વર્ષો પ્રાયઃ સુખમય પસાર થાય છે. તેમ રાલુ ભવમાં સાધુ થયેલે મનુષ્ય, ગુર્નાદિકની પરાધીનતા
સ્વીકારી, વર્તમાન-પરિશ્રમ, દુઃખ, અગવડે કે આપત્તિને, વિચાર કર્યા વગર, સંજમમાં જાગૃત રહે તે, પછીને આખે સંસાર એકદમ સુખમય બની જાય છે.
પ્ર–કેઈ સાધુ પિતાને નિર્વાહ ચાલે તેટલું-નિત્ય ક્રિયા જેવું ભણીને, તથા થોડા-ઘણાં સ્તવન, સઝા કે ચરિત્રો, કથા, દુષ્ટો વાંચીને, લોકોને ઉપદેશ આપવાનું શરૂ કરે તે વધે ? કારણ કે વ્યાકરણ, પ્રકરણે, કાવ્ય, ન્યાય, આગમ વિગેરે ભણવામાં તે, દશ-પંદર વર્ષ નીકલી જાય, એટલું બધું ભણીને પણ, છેવટે આપ તે ઉપદેશજ છે ને? તે પછી હમણાં ભાષાન્તરેની ક્યાં ઓછાશ છે?