________________
૪૩૮
હતું, અને દર્પણ દેખાડીને, બે-પાંચ રૂપીયાના પૈસા કમાતે હતે. આ બુકાનીવાળા દરબારને, તેણે બીચારે મેટા માણસ ધારીને, તેમની સામે દર્પણ ધર્યું. દરબારશ્રીનું નાક હમણાં જ, કારણ વશાત કપાઈ ગયું હતું. તે વાત બીચાર હજામ મુદ્દલ જાણતું ન હતું. દરબારને દર્પણ જોતાં જ યાદ આવ્યું કે, આ હરામખોર હજામ, મારૂં કપાએલું નાક મને દેખાડવા, આ દર્પણ ધરે છે. માટે તેનું ફલ તેને ચખાડું. એમ વિચારી પેલા હજામને, પાંચ-દશ લપડાકે લગાવી દીધી. અને બેલ્યા કે, “હરામખોર ! હું નાકબુએ છું, એની મને ખબર નથી? તે વળી તું દર્પણ દેખાડવા આવ્યો છે? લે, લેતે જા !” “દુર્જનને સમજાવતાં, કશે ન નીકળે સાર; દર્પણ દર્શક નાપિત, ખાધો માર અપાર. મૂરખને મત આપતાં, પિતાની પત જાય; ટપલો શરાણ ચઢાવીએ, પણ આરીસે નવ થાય.”
જેમ દરબારને પણ દેખાડનાર ઉપર ગુસ્સો આવ્યા, તેજ પ્રમાણે ક્રોધી, માની, કજીઆળા શિષ્યોને પણ, ગુરુ મહારાજની શીખામણ લાભકારક થતી નથી, પણ નુકશાન કરનારી બને છે. આ રૂદ્રમુનિ પણ સમુદાયના ઘણુ સાધુઓનું કામ કરતું હતું. પરંતુ જો તેની હાએ હા કહે, તેની વાહવાહ કરે, તેની જરા પણ ભૂલ ન કાઢે, તેજ તે ભાઈશ્રી સારા રહે, નહિતર ક્ષણવારમાં મીંયાભાઈ પણ બની જાય.
આમ થતાં–થતાં આ રૂદ્રમુનિના ક્રોધ અને અભિમાને મર્યાદા મુકવા માંડી, અને તેથી તે વારંવાર વડીલોનું પણ અપમાન કરી નાખત. એટલે આ ગ૭ પણ તેનાથી