________________
૪૩૭
હતા. તેમના પરિવારના બધા જ શિષ્યો ગુણરત્નની ખાણ હતા. તેઓ જ્ઞાન-ધ્યાન-ક્રિયા–તપસ્યામાં, સદાકાળ જાગૃત હતા. તેમની પાસે કેઈ કુલપુત્રે દીક્ષા લીધી હતી. તે ઘણે સશક્ત આત્મા હતું. તેથી તે ઘણું સાધુનું, કામકાજ કરી શકતો હતે. દુનિયામાં પણ કહેવત છે કે, “કરે તેને જ કહેવાય” એટલે સાધુઓ તેને કામ બતાવતા હતા. તેનું નામ હતું રૂક, તે કામકાજ ઘણું કરતે, પરંતુ તેનામાં આપબડાઈ ખૂબ હતી અને તેના કારણે તેનામાં ક્રોધ અને માન પણ ખૂબ હતાં.
ગુરુદેવ તેના આ અવગુણને કળી ગયા હતા, એટલે અવારનવાર વ્યાખ્યાનમાં, આપબડાઈ ઇંધ માન, ઘણું જ ખોટા છે, એ સાર્વજનિક ઉપદેશ આપતા હતા. દુનિયામાં પણ કહેવત છે કે, “કંચન તજવું સહેલ છે, સહેલ પ્રિયાને નેહ, આપ બડાઈ અને ઈર્ષા, દુર્લભ તજવું તેહ.”
ઉપદેશથી પણ અપાત્ર રૂદ્રને, લાભ ન થયે, એથી ઉલટો એને ગુરુ ઉપર પણ શેષ થયે. રૂદ્ર ઘણે ઠેધી અને અભિમાની છે. એમ આખા સમુદાયને સમજાઈ ગયેલું હોવાથી, કેઈ તેની ભૂલ કાઢતું નહિ. કારણકે ઉકળેલા તેલમાં પાણી રેડવું એ, પિતાના નાશને નોતરવા સમાન છે. તેને જે પરોક્ષ શીખામણ અપાતી તે પણ તેને “નાકબુચ્ચા માણસને દર્પણ બતાવવા સમાન થતી હતી. જુઓ તે કથા
કેઈ એક દરબારના ભાયાત બેસતા–વર્ષના દિવસે, બુકાની બાંધીને, બજારમાં ફરવા નીકલ્યા હતા. તેટલામાં ઈનામ લેવાની આશાએ એક હજામ, હાથમાં દર્પણ લઈને, દુકાનદારેમાં ફ