________________
૪૩૬
ચેલા! વલી વિખવાદી છે વિનય રહિત આશાતના કરતાં, બહ ભવ ભટકે, દુર્ગતિ ફરતાં ચેલા! દુર્ગતિ ફરતાં
અગ્નિ સર્ષ-વિષ જિમ વલી મારે, ગુરુ આશાતન તેમ, અધિક પ્રકારે ચેલા! મારા
અર્થ ભગવાન શ્રીસુધર્માસ્વામી મહારાજ, શિષ્ય સમુદાયને ઉદ્દેશીને ફરમાવે છે કે, હે મહાભાગ્યશાળી શિખે ! તમે ગુરુ મહારાજને વિનય જરૂર કરજે, અને ગુરુમહારાજની આજ્ઞા સદાકાળ મસ્તક ઉપર ધારણ કરજે, જે હીણભાગી છે કેધી, માની, પ્રમાદી અને કજીઆળા હોય છે, તેમનામાં વિનયગુણ (બીજાનું દેખીને પણ) આવતું નથી. (તમે તે ઉત્તમ કુળમાં જન્મ્યા છે, વૈરાગ્યથી દીક્ષા લીધી છે. માટે અવિનયવાળા થશે નહિ) કારણકે, (૧) વિનય ગુણના અભાવે આશાતનાઓ થઈ જાય છે. તેથી આત્મા દુર્ગતિમાં ભટકે છે, ઘણું ભવ સુધી સંસારમાં રખડે છે. જુઓ, અગ્નિ અને સર્પનું ઝેર એ મહાભયંકર પ્રાણઘાતક વસ્તુઓ છે. પરંતુ તેના કરતાં પણુ, ગુરુને અવિનય કરવાથી થયેલી આશાતના, વધુ ભયંકર રીતે મારનારી છે. અગ્નિ અને સર્પનું ઝેર, એક ભવનું મરણ દેનારા છે, જ્યારે ગુરુની આશાતના અનંતા જન્મમરણ આપનાર થાય છે. (૨)
અવિનયી કુશિષ્યની કથા અનંતકાળ પહેલાં કેઈ એક ક્ષેત્રમાં, પાંચસો મુનિવરેથી પરિવરેલા, શ્રીધર્મઘોષસૂરિમહારાજ નામના આચાર્ય ભગવાન પધાર્યા હતા. તેઓ ચંદ્ર જેવું અતિનિર્મળ ચારિત્ર પાળનારા