________________
४२४
કહે છે, “વહેરે બાપજી! આપ વસ્તારી છો’ એમ કહી સારૂં અને ઘણું વહેરાવે છે. તે વખતે હું એકલાનું જ વહેરવા આવ્યો છું, એમ કહેવા જીભ ઉપડતી ન હોવાથી, પિતાને જુઠાપણાને દોષ લાગે છે. વળી વહોરાવનારે ઘણાઓ માટે, અથવા ગુરુદેવની આબરૂના પ્રતાપે, સારો આહાર વહેરાવ્ય હતું, અને તે પિતે એકલે જ ખાઈ જાય છે. તેથી વિશ્વાસ ઘાતને દોષ લાગે છે. તથા દાતારે બધાને માટે આપેલું અને પિતે એકલે આરોગી જતે હોવાથી, સમુદાયના માલના ઉઠાઉગીરપણાને, તથા ચોરી-તીર્થકર અદત્ત અને ગુરુઅદત્ત નામના મહાભયંકર દે લાગે છે. તથા એવું લાવીને વાપરનારને, પિતાની વહોરેલી વસ્તુ બીજાથી છુપાવવાના વિચારો પણ આવે છે, આમ થવાથી પણ ચારીને દેષ લાગે છે. વળી એકલા જુદા વાપરનાર ઉપર, સમુદાયના સાધુઓને ઈર્ષાબુદ્ધિ થાય છે. એકલા જુઠું વાપરવાવાળાને, આહાર વધી જતાં અજીર્ણાદિ થવાના પ્રસંગો આવે છે, અને તેથી રગે પણ થાય છે. પિતે સ્વેચ્છાચારી અને સ્વાર્થી હેવાથી, સમુદાય તેના તરફ ઓછું ધ્યાન આપે, તેની સેવા ન કરે, એટલે પિતાને સમુદાય ઉપર દ્વેષ આવે, અને મહાગુણ ગુરુ અને સમુદાયની નિન્દા થઈ જાય છે. લોકોની પાસે બક્યા કરે કે, “મારૂં કઈ કરતું નથી, મારા સામું કોઈ જોતું નથી.” એમ વચનથી પાપ બાંધે અને મનમાં ખેદ કર્યા કરે છે. છેવટે દુર્ગાનથી મારી દુર્ગતિએ જાય છે. એટલે સમુદાયમાં રહેવા છતાં, તે બીચારે જુદા જે જ ગણાય છે. . પ્ર.–સમુદાયમાં રહેનાર બીચારાને, ગુરુ વિગેરે આખો