________________
૪૧૬ તેને કશો જ લાભ થતું નથી. (૭૫) જ્યારે ગુરુમહારાજ શીખામણ ફરમાવે ત્યારે, રોષાયમાન થાય, બોલાવવામાં આવે તે પણ રેષપૂર્વક જવાબ આપે, અને ગુરુમહારાજના કઈ કામમાં મદદગાર થાય નહિ, તેવા શિષ્યો વાસ્તવિક શિષ્ય નથી પણુ ગુરુને એક આળરૂપ જ છે. (૩૬)
હવે ગુરુમહારાજની સેવામાં રહેવાથી થતું ફલ બતાવે છે. " नाणस्स होइ भागी, थिरयरओ सणे चरित्ते य । धन्ना आवकहाए, गुरुकुलवासं न मुचंति ॥१॥"
અર્થ–જાવજજીવ ગુરુમહારાજની સેવામાં વસનાર, ગુરુકુલસેવી કહેવાય છે, આવા શિષ્ય ગુરુદેવેની સેવામાં વસવાથી, તેમની પ્રસન્નતા મેળવી જ્ઞાની બને છે, અને દર્શન તથા ચારિત્રમાં પણ મજબૂત થાય છે, તે ભાગ્યશાળી આત્માઓને ધન્ય છે કે જેઓ ગુરુદેવોની નિશ્રાને જીંદગી પર્યન્ત છેડતા નથી.
પ્ર–આ બધી ભાંજગડમાં પડવા કરતાં એકલા રહેવાથી વધે શું? કોઈની સાથે રાગદ્વેષ થાય જ નહિ?
ઉ– એકલા રહેવાથી હજારે વાંધા છે, રાગદ્વેષ ઘટે નહિ પણ મર્યાદા મૂકે છે. પ્રવચનસારોદ્ધારની ટીકાના લેખક શ્રીસિદ્ધસેનસૂરિ મહારાજ નમસ્કારમહામંત્રની ટીકામાં સાધુ મુનિરાજોને ફરમાવે છે કે,
" रागाद्यपायविषमे, सन्मार्गे चरतां सतां ।
रत्नत्रयजुषामैक्यं, कुशलाय न जायते ॥१॥ नैकस्य सुकृतोल्लासो, नैकस्यार्थोपि तादृशः । नैकस्य कामसंप्राप्ति-नको मोक्षाय कल्पते ॥२॥