________________
૪૧૮
વિહારનું સમર્થન કરવું, એવ્યાજબી નથી. જ્ઞાનચક્ષુવાળા મહાપુરુષની સાથે ચર્મચક્ષુવાળાની સરખામણી તે, સિંહની સાથે શિયાળની સરખામણી કરવા જેવું છે (૪) વળી જ્યાં શકિનીની માફક, મહાદુષ્ટ અને ભયંકર, દુર્ગતિ આપનારી, અવિરતિ રાક્ષસી, સદાકાળ કેળીઓ કરી જવા માટે, મેઢું ફાડીને બેઠી છે. તેવા ભયવાળા સંસારમાં, એકલા રહેવું મુનિને કેમ પાલવે? (૫) એક અગ્નિ પણ કોઈ દિવસ તૃપ્ત થતું નથી, તે પછી પાંચ અગ્નિ ભેગા થયા હોય તેનું પૂછવું જ શું? આ પાંચ અગ્નિ જેવી, પાંચે ઈન્દ્રિય, શરીર સહિત જેના આત્માને ચેવિશે કલાક, બાળી રહેલ છે, તે આત્મા એકલ કેમ રહી શકે. (૬)
જ્ઞાની પુરુષે કહે છે કે, ' “અગ્નિ તો ઇમ્પણે, નદીએ જલધિ પૂરાય મેરે લાલ; તે વિષય-સુખ-ભેગથી, જીવ એ તૃપ્ત થાય મેરે લાલ.”
જ્યાં મિથ્યાત્વ, અવિરતિ, અજ્ઞાન અને કેધાદિ કષાયે, પ્રતિક્ષણ જગતના પ્રાણીમાત્રને હેરાન કરી રહેલ છે. ત્યાં સાધુ કે સાધ્વીને એકલા કેમ રહી શકાય ? ' - પ્રવ—જે આત્માને કલ્યાણ જ કરવું હોય તે એકલા રહેવાથી હરકત શું છે?
ઉ–એકલા રહેવાથી આત્માનું કલ્યાણ થતું જ નથી. એકલા રહેનારા, આત્માના કલ્યાણ માટે એકલા રહેતા નથી, પરંતુ પિતાની સ્વછંદતા અને સુકુમારતા પિષવા માટે એકલા રહે છે.
– –– એકલા રહેતા અગીતાર્થ-મુનિને થતા નુકશાને
એકલા રહેતા સાધુની, સ્વછંદતા અને લાલસાઓ વધે