________________
નહિ. વળી શ્રીવીતરાગના મુનિરાજે જાતિને, કુલને, બલને, રૂપ, તપ, ઐશ્વર્ય, જ્ઞાનને અને લાભને-પ્રાપ્તિને આ આઠે પ્રકારના મદ-અભિમાનથી રહિત હોય. કારણકે આઠ પૈકીને એક મદ પણ ઊંચે ચડેલા આત્માને નીચે પાડે છે. તથા પ્રતિક્ષણ આઠે કર્મના બંધનથી ડરતા રહી જાગૃત રહે.
તથા જેઓ નવપ્રકારની બ્રહ્મચર્યની વાડેને બરાબર સાચવનારા હોય, જેમકે–સ્ત્રીઓ, પશુઓ રહે તે મુકામમાં રહેતા નથી, સ્ત્રીઓની (કામવિકારપષક) કથા કરતા નથી. સ્ત્રીએ બેસે તેના જોડે, અથવા તેના બેઠેલા આસન ઉપર બેસતા નથી, સ્ત્રીઓનાં અંગઉપાંગ નીરખીને જોતાં નથી, સ્ત્રી-પુરુષના રહેવાના મુકામની લગોલગ, ભીંતવાળા મુકામમાં વસવાટ પણ કરતા નથી, પહેલી અવસ્થામાં અનુભવેલા ભેગોને યાદ કરતા નથી, અતિસ્નિગ્ધ અને માદક આહાર વાપરતા નથી, લુખે. આહાર પણ પ્રમાણુથી વધારે વાપરતા નથી, પોતાના શરીરની કે વની ટાપટીપ કરતા નથી. તથા નવનિયાણાના ત્યાગી હોય છે.
તથા ક્ષમા, મૃદુતા, ત્રાજુલા-સરલતા, મુક્તિ–વસ્તુમાત્ર ઉપર મૂછને અભાવ, બાર પ્રકારને તપ, ૧૭ પ્રકારે સંજમ, સત્ય, શૌચ-આત્મપવિત્રતા, અપરિગ્રહદશા, અને બ્રહ્મચર્ય આ ૧૦ પ્રકારના ધર્મમાં શ્રીવીતરાગના મહામુનિરાજે પ્રતિક્ષણ જાગતા રહે છે. ૧૧ અંગ અને ૧૨ ઉપાંગ વિગેરે આગના અખંડ અભ્યાસી હેય. અનિત્યાદિ બાર ભાવનાઓ, દરરોજ ભાવનારા હોય. આવા જે હેય તેનેજ, શ્રીવીતરાગના મુનિરાજ કહેવાય. તેમનામાં આ બધા ગુણો હોવા જોઈએ. • પ્રવ—જે વૃદ્ધાવસ્થામાં-ઘડપણમાંદીક્ષા ગ્રહણ કરે,