________________
૪૧૦
તેના બેલવા અને શરીરના કઠોરપણા મૃદુપણાથી તેની આલોચના–ભાવના સમજવી, તેપણ અજ્ઞાની ગુરુ જાણતા નથી. તેથી તેઓ ન્યુનાધિક આલેચના આપી અનર્થ કરે છે. માટે આવા ગુરુ અને તેના શિષ્યો બધા જ ડુબે છે. અર્થાત્ કુગતિગામી બને છે. કહ્યું છે કે,
"सुत्ते य ईमं भणियं, अपच्छित्ते य देई पच्छित्तं । पच्छित्ते अइमत्तं, आसायण तस्स महईओ ॥१॥'
અર્થ-સિદ્ધાન્તમાં એમ ફરમાવ્યું છે કે, અગીતાર્થગુરુ, બીજાને પાપ ન લાગ્યું હોય તે પણ, પ્રાયશ્ચિત્ત આપી દે, અને પાપ લાગ્યું હોય તેમાં પણ, અતિ–પ્રમાણ પ્રાયશ્ચિત્ત એટલે તપ વિગેરે આપી દે, તેથી તેને જિનાજ્ઞાભંગને દેવ લાગવાથી મોટી વિરાધના થાય છે.
જ્ઞાની અને અજ્ઞાની બે ગુરુ-શિષ્યની કથા કેઈ એક ગામથી એક ગુરુ-શિષ્ય (ગૃડસ્થ ગુરુ ચેલા) અટવીમાં જતા હતા. ત્યાં એક ઊંટના ગળામાં, એક કઠા જેવડું કેઈક ફળ ભીડાઈ ગયું હોવાથી, ઊંટ મરવાની સ્થિતિમાં મુકાયા હતા. તેટલામાં સારા જાણકાર ગુરુ વૈદ્યરાજે, તેની પાસે જઈ, તેના ગળામાં જોરથી એક મુઠી લગાવી દીધી. (અર્થાત ડું કે મુકકો લગાવ્ય) તેથી પિલું ફળ ઊંટના પેટમાં જતું રહ્યું. આ વાત સાથેના શિષ્ય જોઈ. એણે એમ નિર્ણય કર્યો કે, હું લગાવ એ ગળાના રોગ માટે એક ખરેખરૂં ઓસડ છે.
કઈ વખત આ મૂર્ખ શિષ્ય મુસાફરી કરતે, એક ગામમાં ગયો. ત્યાં એક ગૃહસ્થના ઘેર ઉતર્યો, આ ગૃહસ્થ મેટા ધનવાન હતા, તેમનાં માજીને ગળામાં મોટી ગાંઠ થઈ.