________________
૪૦૮
“ગીતાર્થ વિણ જે ઉગ્રવિહારી,
તપીયા પણ મુનિ બહુલ સંસારી; અલ્પાગમ તપ કલેશ તે જાણે,
ધર્મદાસગણું વચન પ્રમાણે...૧ અર્થ—ગીતાર્થ વિના એકલા કે એવા પાંચ-દસ ભેગા થયા હોય, તે બધા કદાપિ છઠ્ઠને પારણે છઠ્ઠ વિગેરે આકરી તપસ્યા કરતા હોય, અને ઉગ્રવિહાર કરતા હોય તે ૫ણું, તેઓને જ્ઞાનીઓએ, બહુલસંસારી-અનંતસંસાર રખડનારા જણાવ્યા છે. ઉપદેશમાલાની ગાથા ૩૯૮માં પણ કહ્યું છે કે, 'जं जयई अगीअत्थो, जं च अगीअथनिस्सिओ जयई । घट्टावेई गच्छं, अणंतसंसारिओ होई ॥१॥"
અથ—અગીતાર્થ એટલે સિદ્ધાન્તના રહસ્યના અજાણ, આચાર્ય, તપકિયાદિકને ઉદ્યમ કરે, તથા અગીતાર્થ ગુરુઓની નિશ્રામાં રહીને, જે તકિયાદિકમાં ઉદ્યમ કરે, અને પોતે અગીતાર્થ હોવા છતાં, ગચ્છના આગેવાન બની, ગચ્છને ચલાવે એટલે અનેક સાધુ-સાધ્વીના વડીલ થઈ ને વિહાર કરે ધર્મક્ષિામાં પ્રેરણા કરે, તે બધા જ અનંતસંસારી થાય છે.
–પિતે સારૂં ચારિત્ર પાળે, અને બીજાને પણ સારું ચારિત્ર પળાવવાની કશીશ કરે, તેવા સંયમના પાલનાર–પલાવનાર અગીતાર્થ હોય તેથી, તેમને અનંતસંસારી કહેવાનું કારણ શું?
ઉઉપદેશમાલાની ૪૦૦ અને ૪૦૧ મી ગાથામાં, ગુરુ મહારાજ તેને ખૂલા કરતાં કહે છે કે, અગીતાર્થ સાધુ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને સમજાતું નથી, પુરુષની ગ્યતા–અગ્યતા