________________
૪૦૭
તેવાઓ, અંગ-ઉપાંગ વિગેરે શાસ્ત્રોનો અભ્યાસ કેમ કરી શકે?
ઉ–જેઓ વૃદ્ધાવસ્થામાં સાધુ થયા હોય, તેઓ પણ જે શાસ્ત્રના પારગામી ગુરુઓની–નીશ્રામાં હાયત, ગીતાર્થ પુરુષ પાસે, બારેમાસ સૂત્રની વાચના ચાલતી હોવાથી, ઓછા ભણેલા અથવા નહિ ભણેલા હોવા છતાં, હંમેશાં સાંભળવા બેસવાથી લાંબા કાળે બહથત બને છે.
પ્ર.—ગીતાર્થ આચાર્ય કેને કહેવાય? ઉ–“ મા ગુર્જ, થો તવ હોદ વાવાળા
उभएण य संजुत्तो, सो गीअत्थो मुणेअव्वो ॥१॥" અર્થ–ગીએ એટલે “સૂત્ર તેનું જે “વ્યાખ્યાન' એટલે અર્થ, સૂત્ર અને અર્થ બન્નેના પૂરા જાણકાર હોય તેને, ગીતાર્થ આચાર્ય કહેવાય.
પ્રવ–આવા ગીતાર્થ ન હોય તેમને, આચાર્યપદવી લેવી કે આપવી તે વ્યાજબી ગણાય કે નહિ?
ઉ૦–વર્તમાનકાળના સૂત્ર અને અર્થને જાણે, પરદર્શન નના શાસ્ત્રીને જાણે, લેકવ્યવહાર બરાબર જાણે, એવા આત્માએને ગીતાર્થ કહેવાય છે. એવા મહાપુરુષને જ આચાર્ય પદવી અપાતી હતી અને એવા જ મહાપુરુષ લેતા હતા. આ બાબત આપણે આચાર્યપદના અને વાચકપદના વર્ણનમાં જોઈ આવ્યા છીએ. અને વાચકને સમજાઈ પણ ગઈ હોય. તેથી લખતા નથી.
પ્ર.–દરેક કાળમાં ગીતાર્થની નીશ્રાએ જ વિહાર કરે અને રહેવું આ વિધિ બરાબર છે?
ઉ૦–બરાબર છે. કહ્યું છે કે, -