________________
૪૧૨
અ—અજ્ઞાની વખાણુ વાંચે તેનું ફલ પાપ જ છે. ધર્મ નથી. તેથી અગીતાર્થ પેાતે ચારિત્રની આરાધના કરી શકતા નથી અને આશ્રિતાને પણ કરાવી શકતા નથી, માટેજ તેને ગચ્છના સમુદાયના, આગેવાન થવાને હક્ક છે જ નહિ. અને તેવાની નિશ્રામાં રહેવું તે, તેલ વિનાનું દીવાનુ ભાજન હાથમાં લઇને, ઘાર અંધકારવાળા ભોંયરામાં ચાલવા જેવુ' છે. અથવા ગાંડા માણસને, માર્ગદર્શક બનાવીને, સિંદ્ગાદિ હજારો પશુઓથી ભરેલી ઉજ્જડ અટવીમાં ચાલવા સમાન છે.
પ્ર૦-નાટક-સીનેમા જોવામાં ટાઈમ બગાડવા કરતાં, શાસ્ર આછાં જાણતા હાય કે ન જાણતા હાય, પણ સાધુ હાય તેવાઓનાં વ્યાખ્યાન સાંભળવાથી નુકશાન શું?
ઉ-શાસ્ત્રાના સંપૂર્ણ જાણકાર ગુરુએ સભાને ઓળખે છે, દેશકાળ સમજે છે. તથા પ્રતિભાસ'પન્ન છે, એટલે શાસ્ત્રને સંમત અને સભાને ગમે તેવાં, વૈરાગ્યમય પ્રવચને કરીને શ્રેતાઓના મિથ્યાત્વ, અજ્ઞાનતા અને અવિરતિના વિવિધ તાપને દૂર કરે છે, તેવી રીતે અગીતાર્થ વ્યાખ્યાનકાર શાસ્ત્રને જાણતા નથી તેથી, સભાને રંજન કરવા સારૂ, લૌકિક સ્થાન દૃષ્ટાંતા કહે છે. પરંતુ ઉપદેશ આપનાર કે સાંભળનારને, રત્નત્રયીની પ્રાપ્તિરૂપ કશું ફળ થતું નથી.
મહાપુરુષ મુનિસુ ંદરસૂરિ મહારાજ કહે છે કે,
" किं मोदसे पंडितनाममात्रात् शास्त्रेष्वधीति जैनरंजकेषु । तत् किञ्चनाधीष्व कुरुष्व चाशु, न ते भवेद् येन भवान्धिपातः ॥ " અ-ગુરુ મહારાજ શિષ્યને ફરમાવે છે કે, હું સુનિશજ તું દુનિયાનાં માણસાને રાજી કરનારાં પુસ્તક ભણીને
و