________________
४०३
દેવ નથી, શ્રીવીતરાગના નિસ્પૃહી સાધુ સમાન, કેઈ ગુરુ નથી, દયામય શ્રીવીતરાગના ધર્મ સમાન કેઈધર્મ નથી, અને પરસ્પર વિરોધ વગરનાં શ્રીવીતરાગનાં વચને સમાન કેઈ આગમ નથી.” આવી મજબુત શ્રદ્ધા પ્રકટે છે. અને શ્રીવીતરાગના શાસન ઉપર અસાધારણ રાગ પ્રકટે છે.
આ જ પ્રમાણે સમકિત પામેલા આત્મામાં, છ જયણ, છ આગરા, છ ભાવના અને છ સ્થાન સંબંધી વિચારણું પ્રગટ થાય છે. અને તેને યથાયોગ્ય સેવીને, પિતાનું સમ્યત્વ નિર્મલ બનાવે છે. આ ૬૭ બેલને સમજેલો આત્મા, પિતામાં સમ્યક્ત્વ આવ્યું છે કે કેમ ? તેને વિચાર કરી શકે છે, અને વખતે ઘણા અનુભવે પછી, તેને નિર્ણય પણ કરી શકે છે.
પ્ર—ઘણે અનુભવી આત્મા, પિતાને સમકિત થયું છે, એમ ચોક્કસ જાણી શકે ખરો?
ઉ–વિશિષ્ટ જ્ઞાની સિવાય ચક્કસ તે કઈ જાણી શકે જ નહિ, પરંતુ આ ૬૭ બેલ જેનામાં આવે, તેનામાં સમકિત છે એમ કહી શકાય. કારણ કે, આવા ગુણે સમકિતી જીવમાં હોય. અથવાતે, તેગુણે સમક્તિને લાવે.
આ સમ્યક્ત્વગુણ શ્રીવીતરાગના મુનિરાજમાં, ચક્કસ પ્રકટ થયે હોય છે. અને સમ્યકત્વગુણવાલા જીવમાં, ઓછામાં ઓછું અષ્ટપ્રવચનમાતાની સમજણ પૂરતું જ્ઞાન હોય તે પણ તેને સમ્યગજ્ઞાન કહેવાય છે. કારણ કે સમકિતપૂર્વકનું જ્ઞાન જ આત્માને હિતકારી બને છે. જેમાં સારી આંખેવાળા માણસને રસ્તે ચાલતાં ગમે તેટલા કાંટા, કાંકરા, ખાડા-ટેકરા, વિષ્ટા કે કાદવ આવે, તે પણ તેમાં અટવાયા વિના, પિતે સહિસલામતપણે