________________
૪૦૧
રાજી થાય છે પરંતુ પાછળથી ઘણા સંતાને થવાથી, અને પોતાની નિર્વાહ કરવાની શક્તિને અભાવ હેવાથી, આલેક કે પરલેક કશું સાધી શકતા નથી અને બીચારા ઉભયભ્રષ્ટ થઈને દુર્ગમાં ચાલ્યા જાય છે. આ ઉપરથી પણ ત્રણે કાળને સાક્ષાત્ દેખનારા જ્ઞાનીઓએ, જે સંસારને કેદખાના જે કહ્યો છે, તે બરાબર છે.
પ્ર–આટલાં બધાં સુંદર સાધનથી ભરપૂર સંસારના સુખ છોડવાં કોને ગમે?
ઉ–જે આત્મા પરમાર્થ લક્ષી હોય અને જેઓ વિચારક હોય તેમને, સંસારનાં કારમાં સુખોમાં સ્વાદ ક્યાંથી આવે ? જેમ કરીને ખાવા માટે લીલા જવ મુક્યા હેય. તે ખાતી હિય. તેવામાં સામેથી સિંહની ગર્જના સંભળાણું કે બીચારી બકરી જવને પડતા મૂકી નાશી છુટવા પ્રયત્ન કરે. જેમ મનુષ્યને પાંચ જાતનાં પક્વાનથી ભરેલો થાળ પીરસ્યો હોય, ત્યાં સામેથી કુંફાડા મારતે કાળે નાગ આવ્યું, એટલે ભરેલ થાળ મૂકીને, તે ભાગવા માંડે. જેમ કે રાજાની પુત્રીને પરણવા, કઈ રાજકુમાર, ચેરીમાં આવ્યું છે. હસ્તમેળાપની તૈયારી છે. ત્યાં એકદમ ભયંકર રાક્ષસ ટપકી પડ્યો. એટલે વરરાજા અને જાનૈયા પલાયન થઈ જાય છે, તેમ આ સંસારમાં, ગર્ભાવાસનાં, રોગનાં, વિયેગનાં અને મરણનાં, દુખે સાક્ષાત્ નજરોનજર દેખાય છે. એ દુખે, વાઘ, સિંહ, અને રાક્ષસ કરતાં પણ ભયંકર છે. સંસાર આવા અનંત દુખેથી ઠાંસીઠાંસીને ભરેલું છે. એવું જ્ઞાનથી સ્પષ્ટ જોતા તત્વ આત્માઓને, તેમાંથી નાશી છુટવાને વિચાર કેમ ન થાય? અર્થાત જરૂર થવું જોઈએ.