________________
૩૯૯
ઉ—જ્ઞાનીપુરુષાને તે કેાઈ જગ્યાએ સુખ દેખાણું નથી, આ વાત તદ્ન શંકા વગરની છે, જે આપણે પૂર્ણ દૃષ્ટિથી વિચારીશું' તે જ્ઞાનીઓના વચના અક્ષરે અક્ષર સાચાં છે એમ જરૂર લાગશે.
સંસારનું સુખ એને અર્થ જ વિષયાનું સુખ, હવે ક્ષણવાર માટે માની લઇએ કે, જો આ પાંચે ઇન્દ્રિયા તથા મનને ગમતી બધી ચીજો, મળી જાય તેા, જીવને સુખ થાય. પરંતુ તે વસ્તુ તદ્ન ન જ મળે કે થાડી મલે તે, ખીચારા જીવડાએ મનમાં અન્યા કરે ને ? સુખનાં સાધના શબ્દ, રૂપ, ગન્ધ, રસ અને સ્પર્શે છે. કાનને પસંદ પડે તેવા શબ્દો, સાંભળવા મલે તા આનન્દ્વ થાય. આંખાને ગમે તેવું રુપ, જોવા મલે તે હ થાય. નાકને ગમે તેવી સુગધ, સાંપડે તે સારૂં લાગે. જીભને ગમે તેવું ખાવા મલે અને સાથેાસાથ પાચન થઈ જાય તેા જ આન’૪. સ્પર્શેન્દ્રિયને મન ગમતા સ્પર્શ સાંપડે તે ઠીક લાગે.. આ બધી વસ્તુમાંથી, એકાદ ચીજ એછી હાય કે એકેય ન હાય તા, જીવ પોતાની જીદગીને બરબાદ ગણે. હમેશાં ઉદાસ જ રહ્યા કરે, અને મનમાં મળ્યા કરે. હવે કોઈને કદાપિ ઉપરનાં બધાંજ મનમાન્યાં સાધના મળી જાય અને શરીરમાં રાગા ઉત્પન્ન થાય તેા, સાંભળવા, જોવા, સુંઘવા, ખાવા કે ભોગવવાનું બંધ થાય. પૈસા મળ્યા પણ પત્ની ન મળી, તે પણ ચિત્ત બન્યા કરે. કદાચ મળી તે તે કાળી, કદરૂપી, કાણી, કુલટા કે કુભાષિણી મળી, તેાચે હંમેશાં બળતરા ચાલુ જ રહે. પૈસા અને પત્ની બન્ને મળે, પણ (ત્રીજો પુષ્પા) પુત્ર ન થાય, તેાય દુ:ખ ઊભું જ છે. છેકરા થયા–પરણ્યા ને મરી ગયા.