________________
४००
અથવા તુરત જ જુદે થયે, એટલે નવિ ઉપાધિ. પિસા મળ્યા ને ચાલ્યા ગયા, બૈરી અધવચગાળે મરી ગઈ, તોય મુશીબત. પરિવાર અને પત્ની હોવા છતાં ખાવાના વાંધા હેાય, ઘરમાં મંદવાડ હોય, પત્ની કે પતિ અનાચારી હેય, ઘરમાં કંકાસ હોય, આ દરેકને આટલી બાબતેમાંથી કેઈક તે હોયને હોય જ, એટલે સંસારમાં સુખ છે એમ તે ન જ રહ્યું.
કઈ બાઈ અને ભાઈ બન્નેનું જોડું સારું હોય, ઘરમાં નધન પણ ઠીક જ હેય. સંપ પણ સારે હેય. વિલાસે ભેગવવામાં કશી ઓછાશ ન હોય. મર્યાદા મૂકી એટલે, પરિણામે કાં તો બાઈ બીચારી જીંદગી પૂર્ણ કરી પરલોક સિધાવે, અથવા ભાઈશ્રી પોતે, ક્ષયની બીમારીમાં પિસા અને આયુષ્ય બન્નેને સમાપ્ત કરીને, પત્નીને ઉભયભ્રષ્ટ બનાવી, પરલોક પધારી જાય.
આમ મનુષ્યજન્મની બરબાદી કરીને જીવ, પશુગતિમાં કે નરકગતિમાં ચાલ્યા જાય છે. માટે જ જ્ઞાનીઓની વાતને સમજવા માટે, આપણે આપણા અનુભવરૂપ એરડામાં પ્રવેશ કરે જોઈએ, અને તેઓના કથનનું મંથન કરવું જોઈએ, તે સંસાર નરકાગાર અથવા કારાગાર જે છે તે સમજાય. અથવા તે જેમણે સંસારમાં, બાલ્યકાળ, જુવાની અને બુઢાપ ત્રણે વય અનુભવી છે, તે પિતાના અનુભવ જાહેર કરે સંસારનું સ્વરૂપ જે છે તે જાણવા મળે. જેમને ભાઈઓના, પત્નીઓના અને પુત્રોના, અનુભવ થઈ ગયા હોય, તેઓ પોતાના અનુભવે જગતની સામે ધરે તેપણ, જ્ઞાનીઓની વાત એકદમ ગળે ઉતરી જાય. ઘણુ મનુષ્ય (સ્ત્રી-પુરુષ) પરણતાં