________________
૩૯૭
મુડી સાથે લાવેલા જીવવિશેષ. એક નગર તે મનુષ્યને ભવ. મોટાભાઈને સલાહ આપનાર તે પરલોકને કે પુણ્ય-પાપને વિચાર નહી કરનારા, કેવળ આલોકને જ નજરમાં રાખી, શરીર, લક્ષ્મી, પત્ની અને પરિવાર માટે પાયમાલ થઈ દુર્ગતિમાં જનારા, અને તે સંસાર ભટકનારા, અને પોતાનું અને પરનું બનેનું બગાડનારા, એવા આ જગતના પુદ્ગલાનન્દી બધા આત્માઓ. બાઈસાહેબ (વેશ્યા) અને તેને પરિવાર એ આ સંસારનાં સગાવ્હાલાં. ભાઈબંધ, દસ્તદાર. દશ હજારની મુડી તે પરજન્મમાં મેળવેલું પુણ્ય. મુડી ખવાઈ ગઈ, એટલે પુણ્ય ખલાસ થયું. વસ્ત્રાભૂષણે ઊતારી ધક્કા મારી કાઢયો તે
ઊચાં મદિર માળીયા, સોડ વાળીને સુતો; કાઢે કાઢે એને સહુ કહે, જાણે જો જ નોરતે.
એક રે દિવસ એ આવશે.” આરીતે પુણ્ય (લક્ષ્મી) વગરને ખાલી આત્મા, જેમ અહીં રખડીને મરી ગયે. તેમ જગતના સર્વજી મહાપુણ્યદયથી ઊંચા આવે છે, મનુષ્ય જન્મ પામે છે, પરંતુ મહાપાપ કરીને, ભયંકર અશુભકર્મો બાંધીને મરે અને ખાલી હાથે જાય છે તે.
જેમ દશ હજારની પુંજીવાળા એક ભાઈએ માત્ર બેત્રણ માસ રાજકુમાર જેવાં કે દેવ જેવાં સુખ ભોગવ્યાં, પણ તે સુખ તેને પિતાને, મહાદુઃખનું કારણ થયાં. પરંતુ આ ભેગે અને સુખનું પરિણામ, છેવટે આવું આવવાનું છે. આ વિચાર કર્યો હત તે, તે ભાઈ થડાકાળમાટેના ભેગે અને સુખમાં, પિતાની પુણ્યલક્ષ્મી ખલાસ કરત જ નહિ.