________________
૩૫
આપનાર નથી. કયાં જવું? કોને કહેવું? હવે શું કરવું? એક પછી એક, વિચારની માળાના મણકા શરૂ થયા. ખાઈસાહેબના માણસા દરવાજા સુધી ધક્કા મારતા પાછળ આવ્યા. ઘર મહાર કાઢીને કહ્યું, હરામખાર ખબરદાર! હવે કયારે પણ આ ઘરમાં પેસતા નહિં, ભાઈ દયામણા ચહેરે, લતા લમણે, ઘરની બહાર નીકળી ગયા અને રઝળી ભટકીને મરી ગયા.
બીજા નાનાભાઈ નગરની એક બાજુ ચાલતા હતા. તેને કોઈ ઉત્તમ મનુષ્યના ભેટા થયા. તેને નગરમાં જવાના અને રહેવાના અનુભવ પૂછ્યા. તેણે કહ્યું કે, ભાઈ આ તે ધૂતારાઓની નગરી છે. અહીં તા ધૂતાંના ટોળામાં ધૂર્ત થઈને વસે, તે જ સાજો–તાજો ઘેર જઈ શકે છે. અહીં વેશ્યાઓ ઘણી વસે છે, નાટકગૃહાને પાર નથી, ખાવાની ચીજો ગણતરી વગરની છે, સ્વાર્થ સાધુ અને ધૂત લેાકેાની સંખ્યા જ નથી. જો અહીં રહેવું હાય તા, સદાકાળ સેકેલા ચણા વિગેરે લખું અનાજ ખાવું, જુનાં–મેલાં લુગડાં પહેરવાં, અને રાત-દિવસ કમાવા માટે કેડ આંધીને, બજારમાં ફર્યાં કરવું. એક જણ દરરેાજ દશ પણ કમાય છે, સા પણ કમાય છે, હજાર પણ કમાય છે, જેવી આવડત. પરંતુ ભૂલેચૂકે ઠગ લેાકેાની વાત સાંભળવી નહિ, વેશ્યાઓના બારણામાં પેસવુ' નહિ, મેાજશેાખના સાધનને અડવું નહિં, આવું વર્તન રાખશે તે, લાખો રૂપીયા કમાઈને ઘેર પહેાંચશે, અને આખી જીંદગી લહેર ભાગવશે, અને જો કોઈના ક્દામાં પડશે, વેશ્યાના ઘરમાં પેસશે! તે મુડી હશે તેટલી ખાઈ જશેા. ભીખારી મનશે અને ભટકીને મરણ પામશે.
નાનાભાઈ ને અનુભવી માણસની વાત ગમી ગઈ. પાતાના