________________
૩૮૯
છે. શત્રુંજયાદિ સ્થાવર તીર્થો કહેવાય છે અને ગીતાર્થ મુનિરાજે જંગમ તીર્થ કહેવાય છે. એટલે આવા ગીતાર્થ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુની સેવા કરવી અને શત્રુજ્યાદિતીર્થોની વિધિપૂર્વક યાત્રા કરવી તે બીજું ભૂષણ.
૩ ગુરુદેવની ભક્તિ કરવી. શ્રીવીતરાગ શાસનના આચાર્યાદિ મુનિરાજોને, શાસનની વિધિ-બંધારણ અનુસાર, ઉપાશ્રયમાં ઉતારવા તથા તેમને દોષરહિત વસ્ત્રો, અશન-પાન-ખાદિમ સ્વાદિમ આહાર વિગેરે આપવું, તે પણ કેવલ પિતાના આત્માના કલ્યાણ માટે આપવું. તથા ગ્લાનાદિની ભક્તિ-સેવા કરવી એ ત્રીજું ભૂષણ.
૪ ધર્મ કરતાં કે સેવાભક્તિ કરતાં, કેઈ ફેરવનાર મલે છતાં ફરે નહિ બદલાય નહિ, એ ચોથું ભૂષણ.
૫ શ્રીજૈનશાસનની અનુમોદના, પ્રશંસા કરે. જૈનધર્મ જે ધર્મ જગતમાં છે જ નહિ, આવી લેકના હૃદયમાં છાપ બેસી જાય, તેવી રીતે પ્રભાવના કરવી. તે પાંચમું ભૂષણ.
હું સમકિતી છું કે કેમ ?” આ નિર્ણય જાણવા માટે, પિતે પિતાને તપાસી શકે તેવા, સમક્તિના પાંચ લક્ષણું જ્ઞાની મહાપુરુષોએ બતાવ્યા છે.
૧ ગમે તેવા શત્રુનું પણ ખરાબ ન ચિતવે અને ભાવના ભાવે કે, મુજને દુઃખ આપે બધા, તો પણ હું નહિ તાસ; સુખ પીરસવા સર્વને છે મારે અભિલાષ .