________________
૩૯૨
આપણું સ્થાનને વ્ય, સર્વ પ્રકારની વ્યવસ્થા આપ. પિતાની સ્વામિનીને હુકમ થતાંની સાથે તુરત સેવકે તેમને ન્હાવાના સ્થાનમાં લઈ ગયા. શેઠને નવરાવી વેશ અને આભૂષણ વડે શણગાર્યા, શેઠ હવે શેઠ મટી રાજકુમાર બની ગયા. પછી લાવીને પલંગ ઉપર બેસાર્યા. સારાં ખાન-પાન જમાડ્યાં. યુવતી પણ તેની સેવા કરવા લાગી. જાણે પિતાની પરણેતર પત્ની હોય, તેવા પ્રકારનો બધે જ વર્તાવ કરીને, ભાઈને ખૂબ જ ખુશ કર્યા. જેમ કે રાજપુત્ર, પિતાની નવીન પરણેલી પત્નીના સહવાસમાં, એકાંતમાં રહી આનંદ ભેગવે, તેવા બધા જ આનંદ આ ભાઈશ્રીને મલ્યા. મજશેખના મહાઘેનમાં, આખો દિવસ અને રાત્રી, એક કલાક જેવા થઈને જતાં રહ્યાં. ભાઈશ્રીને તે આખી જીદગીમાં કયારે પણ નહિ અનુભવેલું સુખ સાંપડ્યું. દિવસ ઉગે એટલે, બાઈસાહેબની દાસીએ આવીને, શેઠ સાહેબ પાસે ખર્ચનું બીલ રજુ કર્યું. આખા દિવસ-રાત્રીના રૂા. ૧૦૦) આપી દે. અને હવેથી આપને હમેશાં, આજ કરતાં વધુ ને વધુ આનંદ મલ્યા કરશે. શેઠ તે આનંદમાં ગરકાવ થઈ ગયા હતા એટલે તુરત રૂા. ૧૦૦) ગણી દીધા. બીજે દિવસ શરૂ થયે. સવારના પહોરમાં શેઠજીને, સ્નાનમંડપમાં લઈ ગયા. ત્યાં સેળ સોળ વર્ષની છોકરીઓ, (બાઈસાહેબની દાસીઓ) શેઠ સાહેબને નવરાવવા તૈયાર ઊભી હતી. શેઠજી તે જોઈ-જોઈને મનમાં મલકાવા લાગ્યા, અને પિતાને અહોભાગ્ય માનવા લાગ્યા. સૌ પ્રથમ શરીર ઉપર સુગંધી દ્રવ્યોથી ચાળવાને વિધિ થયા પછી સ્નાન કરાવ્યું. વચમાં-વચમાં ચેનચાળા હાવભાવ ચાલુ હતા. સ્નાનવિધિ પૂર્ણ કરી, સુંદર વસ્ત્ર પહેરાવી, ઉપર દાગીના