________________
૩૯૧
થાય, તેની ચિંતા જ ન કરે. “કાલ કેણે દીઠી છે?' એવી મનઘડંત કલ્પનાઓ દ્વારા, ભવિષ્યના ભલાને વિચાર જ કરતા નથી અને બીચારા સદાકાળ દુઃખી અને પરાધીન દશા જ ભગવે છે. તેજ પ્રમાણે જેમને આત્મા નિત્ય-સનાતન સમજાય હોય, તેવા આત્માઓ માત્ર ચાલુ ભવના જ, સુખના ઈચ્છક હોતા નથી. પરંતુ હવે પછી કઈ ભવમાં દુઃખ ન આવે તેવું ઈ છે અને આચરે છે. તેમને પુણ્યનાશ કરનારા, ચાલુ ભવના સુખ, દુઃખ જેવા લાગે, તેમાં નવાઈ નથી જ. તે સિવાય જેમને તેવું જ્ઞાન નથી, તેવા આત્માઓ જ પરિણામે દુઃખદ એવા સુખની ઈચ્છા કરે છે.
ખરે સુખી કેણુ? એ વિષે બે ભાઇની કથા
કેઈક સગા બે ભાઈ દશ-દશ હજાર રૂપિયા લઈને એક શહેરમાં ગયા. દરવાજામાં પેસતાં જ બે માર્ગ આવ્યા. બંને ભાઈ પરસ્પર સલાહ કરીને, જુદા જુદા માર્ગે નગરની મધ્યમાં ગયા. એક ભાઈને રસ્તે જતાં એક મુસાફર મ. તેણે તેને નગરની માહિતી પૂછી. પહેલાએ જણાવ્યું કે, આ દેવપુરી છે. અહીં સાક્ષાત્ દેવતાનાં પણ, સુખ ભેગવવા મળે છે. જુઓ આ દરવાજો દેખાય છે, ત્યાં જશે એટલે તમને તેને પૂરો અનુભવ થશે. ભાઈ પણ દેવતાઈ સુખના જ ઈચ્છક હતા. એટલે સીધા ત્યાં ગયા. પિઠા ત્યાં તે, પધારે! પધારે !! પધારે !!! કહેતા ભાવભર્યું આમંત્રણ આપવા માણસો દેડી આવ્યા. શેઠને છેક અંદરના મહેલમાં લઈ ગયા. ત્યાં પરી જેવી એક યુવતી બેઠી હતી. તેણીએ ઉભા થઈ, હસતા મુખે શેઠને, આવકાર આપ્યો અને સેવકેને હુકમ કર્યો કે, પધારેલા મહેમાનને,