________________
૩૮૭
જડેલા હીરા જેવા છે. પણ જે અહિંસાને સર્વથા અભાવ હેય તે, એકડા વગરના મીંડા જેવા છે. જેમ સાચી છવદયારૂપ સુવર્ણની વીંટીમાં, સત્યતા વિગેરે હીરા જડાય તે. અથવા ભાવદયા કે સાચીદયારૂપ એકડે આવ્યા પછી, સત્ય, અસ્તેય, અને બ્રહ્મચર્ય પ મીંડાઓ આવે છે, તે વીંટીની શોભા વધે છે. અને એકડાને, અનેક ગુણ માટે બનાવે છે. એટલે જે આત્મામાં, જીની દયા હેાય જ નહિ, જેને જગતના પ્રાણીમાત્રને, અભયદાન આપવાની ઈચ્છા થાય નહિ, જે તેનુંજગતના પ્રાણીમાત્રનું, ભલું ચિંતવે નહિ, જેને પ્રાણીમાત્ર સાથે મૈત્રીભાવ પ્રગટે નહિ, ત્યાં સુધી તેના બધા ગુણે, એકડા વગરના મોટા મીંડા જેવા જાણવા.
જેમ કઈ માણસે દુધ જેવી જાડી છાશમાં, કેસર, જાયફળ અને સાકર નાખ્યાં. આ ત્રણે વસ્તુથી છાશને કશે લાભ થયે નહિ, પરંતુ કેસર, જાયફળ અને સાકર નકામાં ગયાં. જે એ ત્રણે ચીજો, ગાયના કે ભેંસના દુધમાં, નાખવામાં આવી હિત તે, બધાની કીંમત વધી જાત. દુધ પિતે જ ઊંચે પદાર્થ છે, તેમાં સાકર, કેસર અને જાયફળ પડે, એટલે દુધને સ્વાદ વધે, એ નિર્વિવાદ વાત છે, એ જ પ્રમાણે અહિંસા પિતે ઊંચે ગુણ છે, તેમાં સત્ય, અસ્તેય અને બ્રહ્મચર્યને સાથ મળે છે, તેનું અગણિત મુલ્ય થાય. પરંતુ દુધને ભ્રમ કરાવતી છાશમાં, નાખેલાં જાયફળ, કેસર અને સાકર બીસ્કુલ નકામાં ગયાં, તેમ અહિંસા-જીવદયાના અભાવમાં, સત્ય-અસ્તેય અને બ્રહ્મચર્ય વિગેરે ગુણે પણ, આત્માને ઉચ્ચ બનાવી શક્તા નથી,