________________
૩૮૫
બુદ્ધિમાન મનુષ્ય ઉપરના પાંચ મહાદેને ચોક્કસ ત્યાગ કર જોઈ એ.
પ્ર–ગુણાનુરાગ એ જ સમકિત-સમ્યગદર્શન કહેવાય.’ એમ આપણે પ્રારંભમાં જ નકકી કર્યું છે, તે પછી અહીં મિથ્યાદૃષ્ટિના ગુણનાં વખાણ કરવાથી સમકિત મલીન થાય છે. એમ કેમ લખ્યું? ગુણ ગમે તેના હોય. તેના (ગુણના) વખાણ કરવામાં વાંધે શું?
ઉ– પહેલી વાત તે એ જ છે કે, ગુણ કેને કહેવા? જેમ વસ્ત્રમાં શ્વેતતા–ધોળાશ, પાણીમાં શીતતા–ઠંડક, અગ્નિમાં ઉષ્ણુતા-ગરમી, આ બધા જેમ તે તે વસ્તુના સ્વભાવસિદ્ધ ગુણે છે, તેમ આત્મામાં પણ સ્વભાવસિદ્ધ ગુણ છે. તેજ વાસ્તવિક ગુણ કહેવાય છે. જે ગુણે પોતાના ઉપાદાનકારણને નુકસાન કરનાર ન બને, તે ગુણે જ વાસ્તવિક ગુણો કહેવાય છે. તેમ જે આત્મામાં સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે ગુણો પ્રકટ થયા હોય, તે આત્માનાં આલોક કે પરલોક બગડે નહિ, તેના બીજા ગુણોના નાશનું કારણ બને નહિ. કારણ કે ગુણ ગુણોને વધારવામાં મદદગાર થાય, આવા ગુણ મિથ્યાષ્ટિ આત્માઓમાં પ્રાયઃ આવી શકતા નથી, પરંતુ તેઓમાં ગુણ જેવા દેખાતા ગુણાભાસો જ હોય છે. મિથ્યાષ્ટિ જીવમાં, પ્રકટેલા ગુણાભાસે, તેમને કગતિમાં લઈ જનાર બને છે. માટે જ મિથ્યાષ્ટિ જીના ગુણેની અનુમોદના (મનમાં પ્રશંસા) કરવી પણ વખાણ કરવાં નહિ. ઉપાધ્યાયજી ફરમાવે છે કે,
મથ્થામતિ ગુણ વર્ણને, ટાળે ચોથે દોષ;
ઉન્માગી થતાં હવે, ઉન્મારગ પોષ..” ૧ ૨૫