________________
૩૮૬
જગતની વસ્તુમાત્રનો એ જ સ્વભાવ છે કે, એક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે. અને પિતાના સમાનધર્મી પદાર્થનું, પિતાના તરફથી બને તેટલે ટેકે આપી, તેનું પિષણ કરે છે, અને તેને મજબુત બનાવે છે. તે જ પ્રમાણે ગુણો ગુણોને આકર્ષવારા અને પિષણ આપનારા હોય, તે જ તે વાસ્તવિક ગુણ કહેવાય છે.
પ્રય–ત્યારે શું મિથ્યાષ્ટિજીવમાં આવેલા ગુણે, ગુણોને નાશ કરનારા હોય એમ બને ખરું?
ઉ૦–ઘણું કરીને એમ જ હોય છે. ઘણા મિથ્યાષ્ટિજી. સત્યવાદી હોય છે, ચોરી પણ પ્રાયઃ કરતા નથી, દગા-પ્રપંચ કરતા નથી. પરસ્ત્રીને માતા–બેન-પુત્રી તુલ્ય માને છે, પ્રમાણિકપણે વર્તે છે, અને હજારો માણસોના વિશ્વાસનું પાત્ર બને છે, છતાં તેઓમાં જૈનશાસનને અભાવ હોવાથી, માંસાહાર કરે છે, મદિરા પીવે છે. ઇંડા ખાય છે, કતલખાના ચલાવે છે, મચ્છીના વેપાર કરે છે અને મચ્છી ખાય છે, પોતાના સ્વાદને પિષવા માટે, પિતાને ઘેર બકરાં, ઘેટાં, કુકડાં પાળે છે અને મારીને ખાય છે, પારાવાર જીવહિંસા થાય તેવા વેપારધંધા, કારખાના ચલાવે છે, પ્રસંગ આવે ત્યારે, આવા બધા પાપોનું સમર્થન પણ ખુબ કરે છે, એટલે આવા પ્રમાણિક મનુષ્યના સત્ય, અચૌર્ય અને બ્રહ્મચર્ય જેવા ગુણો પણ તેના આત્માને લાભ કરતા નથી પણ પ્રાયઃ દુર્ગતિનું કારણ બને છે.
પ્ર–શું સત્ય, અચૌર્ય અને બ્રહ્મચર્ય જેવા ગુણોથી જીવને લાભ ન થાય? - ઉ–સાચી અહિંસા આવી હોય તે, એ ગુણે, સોનામાં