________________
૩૮૮
પાંચ દેષથી મુક્ત સમકિતને, પામેલે કે પામવાની તૈયારીવાલે જીવ, પિતાની શક્તિ અનુસાર શ્રીવીતરાગ શાસનની પ્રભાવના પણ કરે છે, એટલે જ્યારે જે જે વસ્તુદ્વારા શ્રીજૈનશાસનની પ્રભાવના–ઉન્નતિ થઈ શકે તેમ હોય, તે તે જરૂર કરે. જે શાસનપ્રભાવના દ્વારા પોતાને, કે અન્યને જરાપણ નુકસાન ન થાય, અને જૈન-જૈનેતરને શ્રીવીતરાગ શાસન ઉપર બહુમાન પ્રગટ થાય, જે શાસનપ્રભાવનાદ્વારા, ઘણું નવીન આત્માઓ જૈન ધર્મમાં જોડાય, અને જુના, ધર્મમાં મજબુત થાય, ધર્મથી ખસી જતા સ્થિર થાય, ધર્મના વિરોધી પાછા પડે, આવાં શ્રીજૈનશાસનની પ્રભાવનાનાં કામે સ્વયં કરે, અને અન્યને મદદ કરી શાસનપ્રભાવના કરાવે, તે આત્મા પિતે પિતાના સમકિતને નિર્મળ બનાવે, ઉપરાન્ત સેંકડે, હજારો, લાખો આત્માઓને સમકિતધારી બનાવી શકે છે. આ શાસનમાં તેવા પ્રભાવકે ઘણું થઈ ગયા છે, જેમનાં, થોડાં માંગલિક નામે, આપણે આચાર્યપદના વર્ણનમાં જેઈ આવ્યા છીએ.
આવા સમકિતગ્ય આત્માઓમાં, પાંચ ભૂષણ પ્રકટ થાય છે.
૧ શ્રીવીતરાગ શાસનની વિહિત ક્રિયાઓ ઉપર, ઘણો રાગ હાય, દાન, શીલ, તપ, સામાયિક, પ્રતિકમણ, પૌષધ વિગેરે અનુષ્ઠાને, ઘણીલાગણીપૂર્વક, રસપૂર્વક, સમજીને, આદરબહુમાનથી અને અન્યચિત્ત નિરાદરપણને ત્યાગ કરીને કરે. એ પહેલું ભૂષણ - ૨ તીર્થની સેવા કરે. (આત્માને સંસારસમુદ્રથી તારે, તે તીર્થ કહેવાય) તે તીર્થ સ્થાવર અને જંગમ બે પ્રકારે હોય