________________
૩૮૧
અને પેાતાના તે તે પૂજ્ય અને વડીલપુરુષના, મરણુસુધીના આદેશા, પ્રભુવચન તરીકે સ્વીકારી લે છે. કહ્યું છે કે,
"सती पत्युः प्रभोः पत्तिर्गुरोः शिष्यः पितुः सुतः । आदेशे संशयं कुर्वन्, खंडयत्यात्मनो વ્રત ” અથ—સતીનારી પાતાના સ્વામીના વચનમાં સંદેહ કરે તેા, પોતાનું પતિવ્રતાપણું મલીન થાય, ઉત્તમકાટીના સેવક–નાકર પોતાના માલિકના વચનમાં સંદેહ કરે તેા, પેાતાનુ સ્વામિભક્તપણું મલીન થાય. શિષ્ય પાતાના ગુરુદેવના વાક્યમાં સદેહ કરે તેા, પોતાની ગુરુભક્તિને મલીન બનાવે, અને પુત્ર પિતાના વાક્યમાં સ ંદેહ કરે તે, પોતાના પુત્રપણાને કલકિત કરે. કહ્યું છે કે,
'
प्रायश्चित्तं गुरूणां हि वचांसि निखिलैनसां । नातिक्रान्तगुरूणां हि; क्रिया कापि फलेग्रही ॥ १ ॥
અ—ગુરુપુરુષાનાં વચના, આરાધક આત્માએને, પ્રાયચિત્ત તુલ્ય છે. અર્થાત્ ગમે તેવાં પાપો થઈ ગયાં હાય, પરંતુ સુગુઆનાં વચને રુપ આશીર્વાદ મલી જાય તે, દઢપ્રહારી અને કામલક્ષ્મી જેવા, પાપી આત્માએ પણ, તમામ પાપોથી મુક્ત બની મેાક્ષગામી થયા. એટલે ગુરુદેવાના વચનથી બધાએલા આત્માઓને, ગુરુઓના વચને જ, તરવામાં અસાધારણ કારણ અને છે. પરંતુ જે આત્મા, ગુરુઓના વચનને અનાદર કરી, રખડતા—ભટકતા સ્વેચ્છાચારી ખને છે, તેમની કાઈ પણ તપ વિગેરે ક્રિયા, ફૂલ આપનારી બનતી નથી. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે,
"छट्टठ्ठमदसमदुवाल सेंहिं, मासद्धमासखमणेहिं । अकरेंतो गुरुवयणं, अनंतसंसारीओ होइ ॥ १॥"