________________
૩૭૯
વાંચન-મનનમાં તથા અન્યને ભણાવવામાં વિતાવતા હતા. ( નવીન પરણેલાં શ્રાવિકા પણ ઘરનું કામ પતાવીને, તમામ -વખત સામાયિકમાં શેઠજીની પાસે જ વિતાવતાં હતાં. નવી શ્રાવિકા ગામડામાં જન્મેલી હોવાથી, અને તે કાળમાં ગામડાએમાં નિશાળે ન હોવાથી, આંક કે બારાક્ષરી જેવું પણ ભણેલાં હતાં નહિ. પરંતુ શેઠજીના બધા વાંચનમાં, લગભગ તેમની અત્રુટ હાજરી રહેતી હતી.
આવી રીતે દશ-પંદર વર્ષ વીતી ગયાં. દરરોજ સાંભળવાથી, ધાર્મિકકિયાઓમાં, અને જ્ઞાનમાં શ્રાવિકાને રસ વધતે ગયે. સાથે શેઠની સેવામાં પણ વૃદ્ધિ થઈ. એક સુવિનીત શિષ્ય, જે રીતે ગુરુદેવની સેવા ઉઠાવે, તે જ પ્રમાણે મહાસતી શ્રાવિકા પણ, શેઠજીના મનને અનુકૂળ સેવા કરવામાં, ઘણી જ સાવધાનતા રાખતાં હતાં. શેઠની શી ઈચ્છા છે? તે શેઠાણી સમજી જતાં, ભાષામાં પણ “જી” શબ્દના કેમળ ઉચ્ચારથી, શેઠના આત્માને, ખૂબ જ શાંતિ આપતાં હતાં.
અને શેઠાણીના આવા વલણથી, તેમના ઉપર શેઠની અત્યંતર આશીષે ઉતરવા લાગી એક દિવસ શેઠ વાંચતા હતા અને શ્રાવિકા સાંભળતાં હતાં. ત્યારે ભાવિભાવના ચેગે શેિઠના મુખમાંથી નીકલી ગયું કે, “આજ તે તું વાંચીને
અર્થ કર અને હું સાંભળું શેઠનાં અચાનક નીકળેલાં આવાં વાક્યો સાંભલીને, સુસતી શ્રાવિકાએ તુરત જ “તહત્તિ -વચન બોલી, વાંચવું શરૂ કર્યું. વાંચતાં ગયાં અને અર્થ કરતાં ગયાં, આમ દિન-પ્રતિદિન વિનય અને જ્ઞાન બંનેની પરસ્પરમાં સરસાઈ વધી જવાથી, શેઠાણીએ શેઠ પાસેનું ઘણું