________________
૩૭૭
વાત સાંભળતાં જ, અતિવિનયી અને વિવેકી ના ભાઈ બગીમાંથી નીચે ઉતરી, આગળ ચાલી, મહારાજાની પાસે જઈ, નમ્રતાથી હાથ જોડી ઉભે રહ્યો. રાજા સાહેબ પૂછે છે, “શેઠજી આ શું છે? શેઠ કહે છે, “સાહેબ ! પરદેશથી એક સુંદર ચીજ બનાવરાવીને, આપ સાહેબને ભેટ આપવા લાવ્યો છું, આવ્યાને દિવસો ઘણા થયા, પરંતુ અમારું ઘર અવાવરુ હોવાથી, સુધારા-વધારા કરવામાં, થેડે ટાઈમ ચાલ્યા ગયે. આપ કૃપાસિંધુને મળવા ઘણું જ ત્વરા હોવા છતાં મોડું થઈ ગયું, તેની ક્ષમા આપશે” એમ વિનયવચને સંભળાવી ઘડાથી જોડે, રત્નજડિત રથ લાવીને, રાજા સાહેબના ચરણે ધર્યો. શેઠનું આવું મીઠું ભાષણ અને કિંમતી ભેટ જોઈ મહારાજા ઘણું જ ખુશી થયા. નાનાશેઠને ઘણું માન આપ્યું. અને જ્યારે જ્યારે અવસર મળે ત્યારે, પોતાને મળવા રાજસભામાં કે અંતઃપુરમાં, સંકેચ વિના આવવું એવી છુટ આપી.
આ બાજુ મોટા ભાઈ હાથી ઉપર આવતા હતા, તેમને પણ પિતાના સેવકે, મહારાજાની સવારી આવવાની ચેતવણી આપી હતી. પરંતુ પૈસામાં ગર્વિષ્ટ બનેલા શેઠજીએ, “એમાં શું છે?' કહીને હાથી ઉપરથી નીચા ઉતર્યા નહી, એમ જ બેસી રહ્યા. પછી રાજના માન સન્માનની તે વાત જ કયાં રહી?
મોટાશેઠની આવી ઉદ્ધતાઈ જોઈ, મહારાજા ચીડાઈ ગયા, અને શેઠનું અપમાનભરેલું વર્તન જોઈ, રાજાએ શેઠને હાથી લઈ લીધો. ઘર ઉપર જપ્તિ બેસાડી સર્વસ્વ આંચકી લીધું. આ બિના નાનાભાઈને સાંભળવામાં આવી કે, તુરત જ સાચા મિતીને થાળ ભરી, મહારાજા પાસે જઈને ભેટ ધરી, પિતાના