________________
૩૭૫
ગીત, નાચ અને નાટકમાં મજા પડે છે. તેમ સમકિત પામેલો કે પામવાની તૈયારીવાળ આત્મા હોય, તેને વિતરાગની વાણી સાંભળવામાં ખૂબ જ રસ પડે છે. શ્રીવીતરાગદેવના ધર્મની આરાધના ઘણી ગમે છે. જેને વીતરાગવાણી અને વીતરાગધર્મ, ગમતું હોય તેને, ધર્મના દાતાર ગુરુદેવની સેવા પણ જરૂર ગમે છે. તે આત્મા. ગુરુસેવામાં જરાપણ બેદરકાર થાય નહિ. જેમ વિદ્યાસાધક જરાપણ આળસ કર્યા સિવાય, સાધનામાં જાગતો રહે છે, તેમ આગમના રહસ્યને અને ધર્મને ખપી આત્મા, ગુરુદેવની સેવામાં સતત જાગૃત રહે છે. કહ્યું છે કે,
“સુધાળુને ભેજન વહાલું, તૃષાળુને પાણી; વિલાસીને વનિતા વ્હાલી, ધમને જિનવાણી... ૧
શ્રીવીતરાગ શાસનને પામેલા કે પામવાની તૈયારીવાલા આત્મામાં વિનયગુણ પણ જરૂર પ્રગટ થાય છે. કારણ કે વિનય એ ધર્મનું, વ્રતનું, ગુણાનું અને વહેવારનું મૂલ છે. વિનય વિનાના આત્મા સર્વત્ર સદાય છે. વિનય વિવેકનો મેટ ભાઈ છે. વિનયી જીવમાં જ વિવેક આવે છે. વિનયી આત્મા. માતા, પિતા, વડીલબંધુ વિગેરે કુટુંબના માણસને પણ, પિતાને વશ કરે છે, વિનયી માણસ પોતાના શેઠને, અધિકારીને કે રાજાને પણ, પિતાના બનાવીને, પોતાનું કાર્ય સાધી શકે છે, વિનયી જીવ ગુરુને અને દેવને પણ વિનયથી આરાધી શકે છે, અને અતિગુંચવણવાલાં શાસ્ત્રનાં રહસ્ય પણુ, ગુરુ પાસેથી પામી શકે છે.
વિનયગુણ ઉપર બે ભાઈઓની કથા. એક નગરમાં સગા બે ભાઈ વસતા હતા. તેઓ ધૂન