________________
૩૭૪
આ ૬૭ પ્રકાર સમજીને, તેનું મનન કરવાથી અનુભવી આત્માને, પિતામાં સમકિત છે કે કેમ? તેને થોડેઘણે
ખ્યાલ જરૂર આવશે. કારણ કે- સમકિતીજીવમાં અથવા સમકિત પામવાની તૈયારીવાલા આત્મામાં નમ્રતા, કેમલતા, વિનય અને વિવેક પ્રગટ થવા માંડે છે. જેના વેગથી બીજા પણ કેટલાક ગુણે આવવા માંડે છે.
૧ સમકિત પામેલા કે પામવાની તૈયારીવાલા આત્માને, જીવ-અજીવ આદિ નવ તત્વ, છ દ્રવ્ય, સપ્તભંગી અને સાત ન વિગેરેને, પરમાર્થ જાણવાની રુચિ ઉત્પન્ન થાય છે.
૨ પરમાર્થચિવાલા આત્માને, ભાવાચાર્યની સેવા અને તેમની સેબતમાં ઘણો જ આનંદ આવે છે.
૩ ભાવાચાર્યની સેબતથી રંગાએલા અને પરમાર્થ સમજેલા આત્માને, કુગુરુઓને સબત બકુલ ગમે નહિ. એ પણ સ્વાભાવિક જ છે. - ૪ સમકિત પામેલા કે પામવાની ભૂમિકામાં પ્રવેશેલા આત્માને, અન્યલિંગીઓની સબત પણ ગમે નહિ, તેવાઓનાં પુસ્તક વાંચે તે પણ, સત્ય છેડે નહીં અને તેવાઓના સ્થાનમાં પણ જાય નહિ. કારણ કે કુલિંગીઓની સેબતથી આત્મા પ્રાયઃ શ્રદ્ધાળુણથી પતન પામે છે. માટે જ કહ્યું છે કે,
પરદર્શનીને સંગ તજીએ, જેથી સદ્દહણું કહી,
હીણા તણે જે સંગ ન તજે, તેહનો ગુણ નવિ રહે, આ ક્યું જલધિજલમાં ભળ્યું, ગંગા નીર લુણપણું લહે.”
પ જેમ અતિક્ષુધાતુરને મિષ્ટાન્ન-૫વાન દેખી અતિ આનંદ થાય છે. જેમ વિલાસી, સુખી મનુષ્યને કિન્નરકંઠીઓનાં