________________
૩૭૩
વપરાતાં સાધનો મમત્વ વિના રખાય તે, પરિગ્રહને દોષ ન લાગે. પરંતુ ચાલુ વપરાશની વસ્તુઓ પણ, જે મમત્વભાવથી રાખેલી હોય તે, તે ચીજ જોઈ આત્મામાં વારંવાર હર્ષ, આનંદ, રતિ, રાગ, વગેરે પેદા થયા કરે છે, મમત્વભાવ પિોષાય છે, માટે તે પરિગ્રહ જ લેખાય.
પ્રચારિત્રનાં ઉપકરણે પણ, ચાલુ વપરાશથી વધારે કેઈ સાધુ કે સાધ્વી રાખે છે, તેને પરિગ્રહને દેષ લાગે, આ વાત બરાબર છે ને ?
ઉ૦–ગચ્છાચાર્ય અને ગ૭ગુણ (જેને પ્રવતિની કહેવાય છે) તેને છેડીને એટલે સમુદાયના મુખ્ય પુરુષે સિવાય, સંજમનાં ઉપકરણો પણ, બીજા કેઈપણ સાધુ–સાવીજીઓએ લેવાં કે સંગ્રહ કરવાં ન જોઈએ. અને ગચ્છાચાર્ય વિગેરે પણ જેઓ અમૂછદશાવાળા રહી શકતા હેય. તેઓ જ જરૂર પૂરતાં લઈ કે રાખી શકે, અને તેમને સંગ્રહને દેષ લાગે નહિ, પરંતુ જેમને ડગલે ને પગલે, વસ્તુમાત્ર ઉપર મમત્વભાવ ચાલુ જ હોય, તેમને પરિગ્રહને દોષ લાગ્યા વગર કેમ રહે?
પ્ર–વારૂ, હવે આપણને સમયગ્રદર્શનની પ્રાપ્તિ થઈ છે. એ બાહ્ય લક્ષણેથી જાણી શકાય ખરું?
ઉ૦-જ્ઞાની પુરુષોએ પોતે જ સમ્યગદર્શનની પ્રાપ્તિનાં પાંચ લક્ષણે બતાવ્યાં છે. તે જોઈએ, સમકિતના ૬૭ બોલ–
ચાર સહ (૮), ત્રણલિંગ (૭), દશ પ્રકારે વિનય (૧૭), ત્રણ પ્રકારે શુદ્ધિ (૨૦), પાંચ કૂષણ (૨૫), આઠ પ્રભાવક (૩૩), પાંચ ભૂષણ (૩૮), પાંચ લક્ષણ (૪૩), છાયતના (૪૯), છ આગર (૫૫), છ ભાવના (૬૧), અને છ સ્થાન (૬૭) •