________________
૩૭૬
કમાવા સારૂ દુર પ્રદેશ રત્નદ્વીપમાં ગયા. ત્યાંથી ઘણું ધન કમાઈને, પાછા પિતાના દેશમાં આવ્યા. તેઓ લક્ષ્મી એટલી બધી લાવ્યા હતા કે, તેની પાસે નગરના રાજાનીપણું, કશી ગણના ન હતી. બન્ને ભાઈ દરરેજ નવનવા સાધનથી, ગામમાં ફરવા નિકળે અને લોકોનાં ટોળાં જેવા એકઠાં થાય. નગરવાસી લેકે એમ જ માને કે, આ દેવલોકમાંથી આવ્યા જણાય છે!
આ વાત રાજાની પાસે પહોંચી. રાજા ઘણે જ ઉત્તમ આત્મા હોવાથી, આ બન્ને ભાઈની લક્ષ્મીની વિપુલતા સાંભળી, ખૂબ જ ખુશી થયો. છતાં ઘણું ખુશામતીયા લેકે, રાજાને ઉશ્કેરવા લાગ્યા. “સાહેબ! આ શેઠીયાઓના માન-મરતબા પાસે આપની કશી જ કિંમતનથી. આખા ગામમાં આપને કઈ સંભારતું નથી. જ્યારે એ બંને ભાઈઓની, જે જેકાર બેલાઈ રહી છે, આવી વાત સાંભળવા છતાં, સજન એ રાજા. જરા પણ મનમાં ઈષ્ય લાવતે નહિ
ભાવિભાવથી એક દિવસ એ પ્રસંગ બન્યું કે, આ બે ભાઈ પૈકી એક નાનો ભાઈ, રત્નથી જડેલે, સેનાને રથ શણગારી, બે સુંદર ઘેડાઓ જોડીને, બજારમાં ફરવા નીકળે. આ વાતની ખબર થતાં, બીજા મેટા ભાઈ પણ, હાથી ઉપર સુવર્ણની અંબાડી ગઠવી તેમાં બેસીને, પરિવાર સહિત ફરવા નીકળ્યા. બન્ને ભાઈ જુદા રસ્તે ચાલ્યા જાય છે. આગળ જતાં આ બન્ને રસ્તા ભેગા થતા હતા ત્યાં, અકસ્માત્ સામેથી નરપતિની સવારી આવતી દેખાણું, આ વાત બંને ભાઈઓના ખાસ મનુષ્યએ આવી, પોતપોતાના શેઠને જણાવી દીધી કે, સ્વામી! આપણું નગરના માલિક સામેથી આવે છે... આ