________________
૩૫૮ પરંતુ લાખમાં દાતાર તે થાય કે ન થાય એ ચોક્કસ નહિ.
પ્રવ– દાન દેનાર તે દરેક કાળમાં હોય છે. શું તે બધા દાતાર ન કહેવાય?
ઉ૦ દેવું એ જુદી વાત છે અને દાનગુણ પ્રકટ થે. એ જુદી વાત છે. એક માણસ હજાર, લાખ કે કેડે ખચી નાખે, પરંતુ દાનગુણ ન આવ્યો હોય તે, તેને સ્વલ્પ લાભ થાય, અથવા ન પણ થાય. જેમ પ્રભુ મહાવીરદેવને દાન આપનાર અભિનવ શેઠ, તથા સેચનક હાથીને પૂર્વજન્મને. જીવ એક ઝડપતિ શેઠ વિગેરેને, ઘણું દેવા છતાં દાનને લાભ ન થયે. જ્યારે શાલિભદ્રના ગયા જન્મના આત્મા, આભીરીપુત્ર સંગમે, તથા મૂલદેવે, એક જ વાર થોડી ક્ષીર તથા અડદના બાકુલા જ આપ્યા હતા. પરંતુ દાન-ગુણના પ્રતાપે તેઓને તેનું મહાન ફળ મળ્યું. રાજા વિક્રમાદિત્યે એકવાર
એક દરિદ્રનારાયણ બ્રાહ્મણને ચિત્રાવલીનું પણ દાન કર્યું હતું. કેઈ કવિએ કહ્યું છે કે, “यो दुर्लभां कृष्णकचित्रवल्ली, ददौ दरिद्राय दयाचित्तः। कस्तेन तुल्यः भुवि विक्रमार्क !, त्वया परः स्यात् परोपकारे॥" ' અર્થ_એકવાર અતિદુર્લભ એવી કૃષ્ણચિત્રવેલી જેવી મહામૂલ્ય વસ્તુ જે ચિત્રાવેલી કેઈપણ વાસણમાં રાખી હોય, તે તે વાસણમાંની ઘી વિગેરે વસ્તુઓ, ગમે તેટલી વપરાવા છતાં ઓછી થતી નથી, ધાન્યના કે ઠારમાં રાખે તે ધાન્ય ઘટતું નથી, તેમ સડતું પણ નથી, તથા દ્રવ્યભંડાર તીજોરીમાં મૂકતે દ્રવ્ય અખંડ રહે છે-વાપરવા છતાં, ઓછું થતું નથી, તેવી બીજી કેઈપણ ચીજના સંપર્ક માં મુકવાથી,