________________
૩૫૯
તે તે વસ્તુ પુષ્કલ વાપરવા છતાં, ઓછી થતી જ નથી. તે પણ દયાસમુદ્ર-વિક્રમરાજાએ, એક ગરીબબ્રાહ્મણને ઈનામ આપી. દીધી. આવા મહાદાની હે રાજા વીરવિક્રમ! તારા સમાન પરોપકાર રસિક આ જગતમાં બીજે કેણ થઈ શકે તેમ છે?
આ વિક્રમાદિત્યરાજાનાં દાનનાં વર્ણને, લખવા બેસીએ તે પાર ન આવે તેટલાં છે. પણ એ બધું લખતાં ગ્રંથ માટે થઈ જાય. એ ભયથી લખતા નથી,
એ જ પ્રમાણે કર્ણરાજ પણ મહાદાનેશ્વરી તરીકે પંકાઈ ગયા છે. તેમના ઘણા પ્રસંગો જોવા મળ્યા નથી, પરંતુ કહેવાય છે કે, કર્ણરાજા જ્યારે યુદ્ધમાં લડાઈ કરતાં, અજુનના બાણથી ઘાયલ થઈ ઢળી પડયા. ત્યારે કેટલાક યાચકે તેને આશીર્વાદ આપવા ગયા હતા. યાચકેએ તેમને પ્રથમથી જ જણાવી દીધું હતું કે, મહારાજા અમે આપની પાસે યાચવા આવ્યા નથી, આપનાં આપેલાં દાન અમારી અનેક પેઢી સુધી ચાલે તેટલાં છે, પરંતુ અમે આપનું છેલ્લું દર્શન કરવા અને આશીર્વાદ આપવા આવ્યા છીએ.
કવિ-વાચકેનાં સુમધુર વાક્યો સાંભળીને, રાજા કર્ણને હર્ષની સાથે સાથે ખૂબ જ દુઃખ પણ થયું. હર્ષ એટલા માટે કે મેં જન્મ ધારણ કરીને, મારી લક્ષ્મીને સંગ્રહ કર્યો નથી, પરંતુ જગતના ઉત્તમ પાત્ર અને સક્ષેત્રમાં વાવી છે. દુઃખ એટલા માટે કે, અત્યારે હું મરણપથારી ઉપર છું. આ વખતે મારે દાન-પુણ્ય કરવું જોઈએ, છતાં આ બધા યાચક ખાલી હાથે પાછા જશે. આવો અવસર મારે માટે અતિ દુઃખનો વિષય ગણાય. કર્ણરાજા આમ વિચારી રહ્યા છે. ત્યાં એકદમ ખ્યાલ