________________
૩૬૫
કરી. પછી આકાશવાણી કરી, રાજા અને નગરજનોને સાચી વસ્તુ સમજાવી સુદશનશેઠની સુવર્ણ જેવી શુદ્ધતા અને કપિલા તથા અભયાની કાદવ જેવી મલીનતા જણાવીને, દેવી અદ્રશ્ય થઈ ગઈ. પાછળથી રાજાએ સુદર્શન શેઠ, મનોરમા શેઠાણી અને નગરના ધમ આત્માઓ પાસે પિતાના અન્યાયની માફી માગી. રાણી અને કપિલાને દેશવટો આપે. આથી વાચક સમજી શકશે કે, સુદર્શન શેઠના શીલવતની આ જેવી તેવી કસોટી નથી, પરંતુ શીલવતગુણની અજબ પરાકાષ્ઠા છે. સમક્તિ સાથેને સાત્વિકભાવ આત્મામાં પ્રકટ થાય તે જ, આવું શીલવ્રત આવી શકે છે. . સાત્વિકશિરોમણિ વિજયશેઠ અને વિજયા શેઠાણું
વિજયશેઠ અને વિજયા શેઠાણું આ બન્ને દપતી.. ઉચ્ચકોટીના ધર્મસંસ્કારી માબાપના કુલમાં જન્મેલાં, કહીનુર રત્ન હતાં. તેમણે બાલકાળમાં જ ધર્મગુરુઓને સમાગમ ખૂબ સાધ્યું હતું.
એક દિવસ કેઈક જૈનાચાર્ય મહાજ્ઞાની પિતાના નગરમાં પધાર્યા, વિજયકુમાર આદિ બહુલેકે ધર્મોપદેશ સાંભલવા ગુરુમહારાજ પાસે ગયા. ગુરુજીએ વિષય વાસનાની અસારતા જણાવી. બ્રહ્મચર્ય વ્રતનું સચેટ વર્ણન કર્યું. વિજયકુમારને ગુરુની વાણીની ખુબ સારી અસર થઈ. શીલવ્રતનું મહત્વ સમજાયું. અને “શુક્લપક્ષમાં જાવજજીવ બ્રહ્મચર્ય પાળવું” એ નિયમ ગુરુ પાસે માંગ્યો. જ્ઞાની ગુરુએ લાભ સમજી વિજ્યકુમારને આખી જિંદગી એ માસમાં એક પક્ષ શીલવતપાલનની પ્રતિજ્ઞા આપી.
એ જ નગરમાં એક મોટા ધનવાન ગૃહસ્થની પુત્રી, વિજયાકુમારી છે. તેણે પણ માતાપિતાના સંસ્કાર અને પ્રેરણાથી