________________
386 ઘણી ધર્મપરાયણ બની હતી. તેનામાં પણ ગુરુઓના વ્યાખ્યાને અને સુસાધ્વીજીઓના સંયોગથી, ધર્મભાવનાઓ ખૂબ જ ખીલી હતી. અને એ જ પ્રમાણે-વિજયકુમારની પેઠે શીલવત ઉપર ખૂબ જ ભાવ થયે હતું, પણ સંપૂર્ણ પાલવાની શક્તિના અભાવે, “કૃષ્ણ પક્ષમાં જાવજજીવ બ્રહ્મચર્ય પાલવું” તે ગુરુ પાસે અભિગ્રહ લીધો. આ બન્ને કથાનાયકનું ભવિષ્યમાં કલ્યાણ થવાનું હોવાથી, ભાવિભાવના વેગે પરસ્પર સગપણ થયું અને શુભ ગે બન્નેનાં લગ્ન થયાં.
પરણીને ઘેર આવ્યા બાદ, વાસડમાં દંપતીમેળાપ થયે. પરસપર ધર્મચર્ચા કરતાં વાત નીકળી, વિજયકુમારે પત્નીને-વિજયાકુમારીને, જણાવ્યું કે, બે-ત્રણ દિવસ શુક્લ પક્ષના આકી છે, અને મારે ત્યાં સુધી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનું છે. કારણ કે મેં આખી જીદગી, અજવાળા પક્ષમાં શીલ પાળવાને અભિગ્રહ લીધે છે.
વિજયકુમારનાં ઉપર મુજબનાં વચને સાંભળીને, વિજયાશેઠાણી બેલ્યાં, સ્વામીનાથ! મેં પણ કૃષ્ણપક્ષમાં સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાને આખી જીંદગીને યમ ગુરુમુખથી લીધેલો છે. એટલે હવે હું તે સંપૂણમાસનું, જાવાજજીવ શીલ પાળીશ. પરંતુ આપ, આપને યેગ્ય, સારા કુળની બાળા સાથે પાણિગ્રહણ કરે. વિજયાદેવીના આવા કે મળતા, નમ્રતા અને વીરતાથી ભરેલાં વાક્ય સાંભળીને, વિજયકુમાર ડીવાર થોભી ગયા અને વિચાર કરવા લાગ્યા. અહ! ધન્યવાદ છે આ બાળાને, ધન્ય છે તેની વીરતાને! શામાં પુરુષે કરતાં સ્ત્રીઓને, કામ વિકાર અનેક ગુણો લખ્યા છે. ત્યારે આ મહાસતી દીનતા લાવ્યા