________________
૩૬૭
વગર, પિતે જાવજછવ સંપૂર્ણ શીલવ્રતધારી થવાને, જરાપણ ખચકાતી નથી. ત્યારે શું હું પામર છું? વિષયને કી છું? જે સતી પોતે, પિતાને અને પતિને બને અભિગ્રહ પાલવા બહાદુરતાપૂર્વક તૈયાર છે. તે મારે પણ દીનતા કે વિકારીપણું લાવ્યા સિવાય, જેમ સતી વિજયા શીલ પાળે, તેજ પ્રમાણે મારે પણ મારું અને તેણીનું શીલ અવશ્ય પાળવું જ જોઈએ. શાસ્ત્રોમાં પણ કહે છે કે, અઠ્ઠાઇ વઢૌ વદવો વિરાતિ, સ્ત્ર રાજકારણ વિનાત્તા कृच्छाणि चित्राणि समाचरन्ति, मारारिवीरं विरला जयन्ति ॥
અર્થ–ઘણા પુરુષ અને સ્ત્રીઓ અગ્નિમાં પ્રવેશ કરીને પ્રાણનાં બલિદાન આપે છે. કેટલાક મનુષ્ય હથીઆરેથી પિતાના શરીરનો નાશ પણ કરે છે. અને બીજા પણ તાપઠંડીનાં, સુધા-તૃષાનાં કષ્ટ સહન કરી તાપસવૃત્તિ સેવે છે. પરંતુ કામદેવરુપ મહાશત્રુને તો કેઈક વિરલા જ જીતી શકે છે.
આ પ્રમાણે વિચારી બન્ને પતિ-પત્નીએ દઢનિશ્ચય કરી, જગતમાં કઈ જાણી ન જાય તેવી રીતે, આખી જીંદગી સુધીનું, દેષ વગરનું, નિર્વિકાર, મન-વચન-કાયાથી, શીલવ્રત આદર્યું. તેને પૂર્ણ પણે આરાધ્યું અને તેજ ભવમાં દીક્ષા આચરી મહાસુખનાં ભેગી થયાં.
આ જગ્યાએ સમજવાની વાત એટલી જ છે કે, જગતમાં શીલવ્રત ઘણા મનુષ્ય લે છે અને સારું પાળે પણ છે. પરંતુ એમાં નવાઈ નથી. નવાઈ અને આશ્ચર્ય તે સાત્વિકતાપૂર્ણ આવી ઘટનાઓમાં જ જોવા મળે છે. A આવી રીતે કેટલાક ચારિત્ર આરાધક મહાત્માઓની