________________
૩૬૪
આ વાત આખા નગરમાં જાહેર થઈ ગઈ. નગરના સજ્જન આત્માઓનાં મન ખૂબ દુખાણાં અને રાજાની પાસે જઈ પ્રાર્થના પણ કરી કે, હે રાજન્ ! આવું અનાર્યકાર્ય થતું અટકાવેા. નગરમાં હાહાકાર વર્તાઈ રહ્યો છે. પરંતુ રાજાએ મહાજનની વિનવણીના આદર ન કર્યાં, બીજી બાજુ મહાપુરુષ સુદર્શનશેઠના સુપત્ની મનારમાશેઠાણીએ, ખબર પડવાની સાથે જ, પાતાના પૌષધઘરમાં જઇને, પતિમુક્તિ માટે, “મારા પતિ અહુમાનપૂર્વક છુટા ન થાય ત્યાં સુધી, મરણાન્તદશા આવે તા “પણુ કાઉસ્સગ્ગ ન પારવા” આવા અભિગ્રયુક્ત કાઉસ્સગ કર્યાં, સુદર્શનશેઠ તેા કાઉસ્સગ્ગમાં જ હતા. તેમણે તે રાણીની પ્રાર્થનાથી અનાર્યકાર્ય કરવાને સ્વીકારનકર્યાં, તેજ પ્રમાણે રાજા અને રાજસેવકાના આક્રમણથી છુટવા માટે,ક ગાલપણાને પણ પેાતામાં જરાય પ્રવેશવા દીધુ' નહિ, એટલુંજ નહિ પણ ધ્યાનધારા ખૂબ જ વૃદ્ધિને પામી,
શેઠને રાજસેવકાએ શૂળી ઉપર પણ બેસાડી દીધા. પરંતુ મહાસાત્ત્વિક સુદર્શનશેઠ, પાતાની ધીરતામાં મજબુત બની, મૌનપણે રહી, ધ્યાનની નિસ્સરણી ઉપર ચઢવા ‘લાગ્યા.
આ મનાવ (એટલે સુદર્શન શેઠના શીલની મક્કમતા પૌષધની સ્થિરતા અને ધ્યાનની એકાગ્રતા) નજીકમાંથી જતા આવતા કેાઈ ઉચ્ચકક્ષાની દેવીના ખ્યાલમાં આન્યા, તેણીએ તુરતજ શેઠની શૈલીનું સુવર્ણસિંહાસન બનાવી દીધું, અને રાજા અને રાજસેવકોને, લાહીની ઉલટીએ કરતા કરી મૂક્યા. અન્યાયને પક્ષ કરનારાઓનાં ચિત્ત ધ્રૂજાવી મૂકયાં, પછી શેઠાણી મનેરમાદેવી પાસે આવી, તેને શાંત્વન આપી પતિ-પત્નીની ધર્મપરાયણતાનાં વખાણ કરીને અને પુષ્પવૃષ્ટિ તથા ધનવૃષ્ટિ