________________
૩૬૩
ધર્મસ્થાનમાં, પૌષધ લીધેા ન હતા, પરંતુ નગરની બહાર, જેમાં મનુષ્ય રહેતા ન હેાય તેવા, નિર્જન પ્રદેશ-મુકામની અંદર પૌષધ લીધેા હતા. પૌષધ લઈને સર્વથા કાઉસગ્ગધ્યાનમાં રહેવાના અભિગ્રહ કર્યાં હતા. જેમાં ઉપસર્ગ, પરિષદ્ધ, આપત્તિ કે રાગજેવી મરણાંત દશા આવી જાય તેપણ, ખેલવા-ચાલવાની છુટ ન હતી, એટલે રાણીના સેવકેાને, લઈજવામાં કશી હરકત. ન આવી.
રાજાના સેવક પાસે રાણીએ જણાવ્યું કે, આ અધમ માણસ હમણાં જ અંદર આવ્યે છે. તે કચાંથી અને કેવી રીતે આવ્યા ? તે હુ' જાણતી નથી. પરતુ તેણે મારા શીલધનને લુટવા, મને ખૂબ જ હેરાન કરી છે. એ દુષ્ટ પાપીને પકડીલા.
રાણીનાં આવાં વાકયો સાંભળી, સેવકાએ રાજાને ખમર આપી. રાજા તુરત રાણીવાસમાં આવ્યા. ઉપરાક્ત ઘટના જોઈ-સાંભળી, સુદર્શનશેડ ઉપર ઘણા જ ગુસ્સા લાવી, સેવકને હુકમ આપ્યા કે, આ દુષ્ટને આખા શરીરે મષી ચેાપડી, ગધેડે એસાડી, નગરમાં ફેરવી, શૂળી ઉપર ચઢાવી દ્યો.
આસ'સારમાં આખુ' જગત મેાટાભાગે અવિચારી છે, તેમાં પણ રાજા-મહારાજાઓ અને અધિકારીએ ઘણા જ અવિચારી હોય છે. તેઓ કોઈપણ કાર્યને પરમાર્થ વિચારતા નથી, પરિણામ શું આવશે ? તેની તેમને પડી હાતી નથી. એટલે રાજાને હુકમ થતાંની સાથેજ, રાજસેવકોએ મહાત્મા સુદર્શનશેડ ઉપર વિટબણાઓ શરૂ કરી. તેમને સમગ્ર નગરની ગલીએ અને મજારામાં ફેરવવા માંડ્યા. આખા નગરમાં ફેરવીને નગરની અહાર શૂળીના સ્થાન પાસે લાવ્યા.
...