________________
૩૬૧
અને આત્મામાં શૂરતા, વીરતા તથા ધીરતા પ્રકટ થાય છે. જેથી ગમે તેવા ઘર પરિષહ, ઉપસર્ગો, દુખે કે રેગ આવે તે પણ, રાંકપણું આવતું નથી. હવે સાત્વિકભાવના થોડા દાખલાઓ જોઈએ.
શીલદઢ આત્મા સુદર્શન શેઠ સુદર્શનશેઠ વત્સદેશમાં, કૌશંબી નગરીના એક ધનાઢ્ય સુશ્રાવક હતા. તેમને મનોરમા નામની મહાસતી સુપત્ની હતી. તેજ નગરના કપિલનામા પુરોહિતની સાથે, સુદર્શનશેઠને પરમ મિત્રતા હતી. તેથી બંને મિત્રોને વારંવાર એકબીજાના ઘેર જવાનો પ્રસંગ આવતેતેથી કપીલની સ્ત્રી કે જેનું નામ કપિલા હતું. તેને સુદર્શન શેઠના સ્પેને જોઈને કામ હેરાન કરવા લાગ્યો. પરિણામ એ આવ્યું કે, એક દિવસ પિોતાના પતિની ગેરહાજરીમાં, પિતાના પતિના નામથી, દાસીને મોકલીને, સુદર્શન શેઠને પિતાના ઘેર બોલાવ્યા, અને પિતાને દુષ્ટ અભિપ્રાય જણાવ્યા. પરંતુ સુદર્શનશેઠ તેણીના હાવભાવમાં જરા પણ ફસાયા નહિ અને શીલને બચાવ કરવા સારૂં કહ્યું કે, હું તદ્દન નપુંસક છું” એમ જણાવીને આપત્તિમાંથી છુટા થઈ ઘર ભેગા થઈ ગયા. અને હવે પછી કેઈના ઘેર જવું નહિ એમ નક્કી કર્યું.
હવે એક દિવસ નગરમહત્સવ હતું. તમામ જનતા નગરની બહાર જઈ રહી હતી. તેમાં કપિલા પણ હતી. તેણુએ છે પુત્રના પરિવારથી વિંટાએલી એક બાઈને જોઈ, અને પિતાની સખી અભયારણને પૂછયું કે, આ બાઈ કોણ છે? અભયા રાણીએ કહ્યું કે, આ સુદર્શનશેઠનાં પત્ની મને રમાશેઠાણ અને