________________
३१०
આવ્યું કે, મારા બત્રીશે દાંતમાં મહામૂલ્ય મણી જડેલાં છે. હવે આ મારી બત્રીશી તદ્દન નકામી છે. મારે હમણાં જ આ શરીર છોડવાનું છે. કર્મરાજા તરફથી મને આ શરીર છોડવાને હેકમ આવી ગયું છે. તે પછી આ શરીરમાં જે મીક્ત છે. તેને મારે સદુપયોગ કરી લેવું જોઈએ, એમ વિચાર કરી, પિતાના જ બાણવડે પિતાની બત્રીશીને નાશ કરીને, તે યાચકેને બક્ષીસ આપી દીધી. વાચકને કદાચ એમ પણ વિચાર આવશે કે, શું રાજા કર્ણના શરીર ઉપર આભૂષણ અને દાગીનાએ હશે જ નહિ? એના જવાબમાં સમજવાનું કે, મહાદાની કણે રાજાએ, પિતાના શરીર ઉપરના દાગીના પણ, અત્યાર અગાઉ યાચકે ને દાનમાં જ આપી દીધા હતા,
આ જ પ્રમાણે આ પાંચમાઆરામાં વરતુપાળ-તેજપાળની બાંધવ-જોડલી તથા જગડુશાહ, પેથડશાહ, આભૂશાહ, ઉદાયનમંત્રી, બાહડમંત્રી, આંબડમંત્રી, પુનડશાહ અને રાજીયા-વછયા, ભામાશાહ વિગેરે મહાપુરુષના દાનના અવદાતે જગતપ્રસિદ્ધ છે.
એ જ પ્રમાણે સાત્વિકદશા પ્રકટ થયા પછી, આત્મામાં આવેલે શીલગુણ પણ, મેરુપર્વત જેવો અભેદ્ય બને છે. તેવા આત્માઓમાં સુદર્શન શેઠ, શ્રીસ્થલભદ્રમહારાજ, વિજયશેઠ અને વિજયા શેઠાણું, જંબૂ કાર અને સીતા મહાસતી વિગેરેના દાખલા જૈનસાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. - સાત્વિકભાવની હાજરીમાં, બીજા ગુણો પણ દઢ બને છે. તથા સારિવકતાગુણ આત્મામાં આવ્યા પછી, અનંતકાળથી ઘર કરીને બેઠેલી, દીનતાએ નબળાઈઓ રવાના થવા માંડે છે.